વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના લખધીરપુર રોડે કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી કેનાલમાં ડૂબી જવાના કારણે યુપીના યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના બોડીને પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના કાસગંજ જિલ્લાના ગોહરા ગામના રહેવાસી અને હાલમાં ઘુટુ ગામની સીમમાં આવેલ આલ્ફા સીરામીક નામના કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં મજૂરની ઓરડીમાં રહેતા રાજુભાઈ પ્યારેલાલ નાયક જાતે વણઝારા આદિવાસી (ઉમર ૨૫) ગત તા. ૧૯ ના રોજ બપોરના સમયે લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાહવા માટે ગયો હતો અને ત્યારે નર્મદાની કેનાલના પાણીમાં તે ડૂબી ગયો હતો જેથી કરીને પાલિકમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ સ્થળ ઉપર આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે કેનાલના પાણીમાંથી મૃતક યુવાનની ડેડબોડીને બહાર કાઢી હતી જેથી કરીને બોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News