વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ગોપાલ સોસાયટી પાસેથી સીએનજી રીક્ષાની ચોરી


SHARE







મોરબીમાં ગોપાલ સોસાયટી પાસેથી સીએનજી રીક્ષાની ચોરી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ નજીક ગોપાલ સોસાયટી પાસેથી સીએનજી રીક્ષાની ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રીક્ષા ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભળીયાદ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજ પાસે રહેતા ચિરાગભાઈ રસિકભાઈ ધોળકિયા જાતે કોળી (ઉંમર ૨૪) પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૦૧૫૦ લઈને ગત તા. ૨૪/૭/૨૦૨૨ ના રોજ સાંજના પાંચ વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધી ગોપાલ સોસાયટી પાસે ગયા હતા અને ત્યાં તેઓએ પરીપાનની બાજુમાં તેની રીક્ષાને પાર્ક કરીને મૂકી હતી જે રીક્ષાને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે જેથી કરીને ૮૦ હજાર રૂપિયાની કિંમતની રીક્ષાને શોધવા માટે થઈને ચિરાગભાઈ દ્વારા ઘરમેળે તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ જગ્યાએથી રીક્ષાનો પતો લાગ્યો ન હતો જેથી હાલમાં ચિરાગભાઈ ધોળકિયાએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે




Latest News