ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે સાપ કરડી જવાથી સારવારમાં ખસેડાયેલ બાળકીનું મોત


SHARE







ટંકારાના હરબટીયાળી ગામે સાપ કરડી જવાથી સારવારમાં ખસેડાયેલ બાળકીનું મોત

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની આઠ વર્ષની દીકરી વાડીમાં હતી ત્યારે સાપ કરડી જતા બાળકીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રતિલાલ ખંભાણીની વાડીએ રહેતાને ત્યાં મજૂરી કામ કરતા જાન્યાભાઈ ભુરીયાની દીકરી સંજનાબેન (ઉંમર ૮) વાડીએ હતી ત્યારે તા. ૨૦ ના રોજ બપોરના ૧૧ વાગ્યાના અરસામાં તેને જમણા પગે સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવવાની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધારેલ છે






Latest News