મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસેથી ૪૭૫ લિટર દેશી  દારૂ ભરેલી કાર ઝડપાઇ: આરોપીની શોધખોળ


SHARE







મોરબીના રફાળેશ્વર પાસેથી ૪૭૫ લિટર દેશી  દારૂ ભરેલી કાર ઝડપાઇ: આરોપીની શોધખોળ

મોરબીના રફાળેશ્વર ગામ પાસે ઉભેલ ઇકો કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા તે કારને ચેક કરવામાં આવતા ત્યારે કારમાંથી ૪૭૫ લિટર દેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કાર સહિત ૧૫૯૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર ચાલક તેનું વાહન છોડીને ભાગી ગયો હોવાથી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે ઇકો કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે એલસીબી ટીમ દ્વારા રફાળેશ્વર નજીક ભૂદેવ પાન પાસે ઉભેલ ઇકો કાર નંબર જીજે ૩ એલ.એમ. ૬૯૫૭ ને ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી ૪૭૫ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૯૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો તેમાં દોઢ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧૫૯૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર છોડીને નાસી ગયેલા કાર ચાલકની સામે ગુનો નોધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી




Latest News