મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

એક જ જીલ્લામાં કાયદનું જુદુજુદુ અર્થઘટન ?: વાંકાનેરમાં જીતુભાઇ સોમાણીને પાડી દેવા રાજકીય હાથો બનતા અધિકારી !


SHARE











એક જ જીલ્લામાં કાયદનું જુદુજુદુ અર્થઘટન ? : વાંકાનેરમાં જીતુભાઇ સોમાણીને પાડી દેવા રાજકીય હાથો બનતા અધિકારી !

મોરબી જિલ્લામાં રાજકારણ ચરમસીમાંએ હોય અને એક મેકને ભરી પીવા માટે થઈને કોઈપણ હદ સુધી રાજકારણીઓ જઈ શકે તેનો ઉત્તમ ઉદાહરણ મોરબી જિલ્લાના વાંકાનેરમાં જોવા મળી રહ્યું છે કારણ કે વાંકાનેરની અંદર આ વખતે લોકમેળાની જે હરરાજી કરવામાં આવી તેમાં ઐતિહાસિક રકમ પાલિકાના તિજોરીમાં આવી છે અને તે ઉપરાંત જીતુભાઈ સોમાણીના ગ્રુપ દ્વારા જે ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેની મંજૂરી છેલ્લી ઘડીએ ઔદ્યોગિક હેતુ માટેનું મેદાન હોવાથી રદ કરવામાં આવી છે જોકે, મોરબી જિલ્લાની અંદર અન્ય જગ્યાએ ઔદ્યોગિક હેતુ માટેના મેદાન તેમજ ખાનગી પાર્ટી પ્લોટની અંદર મેળા યોજવા માટેની મંજૂરી આપવામાં આવી છે ત્યારે એક જ જિલ્લામાં અધિકારીઓ દ્વારા જુદી જુદી રીતે કાયદાનું અર્થઘટન કરવામાં આવતું હોય અને રાજકીય હાથા બનીને અધિકારીઓ કામ કરતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે

વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સામે બળવો કરીને ભાજપના સભ્યો દ્વારા અપક્ષ પ્રમુખ, ઉપપ્રમુખને ચુંટી કાઢવામાં આવ્યા હતા ત્યારથી વાંકાનેરનું રાજકારણ સમગ્ર મોરબી જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બની રહ્યો હતુ અને છેલ્લે વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ પણ કરવામાં આવી ત્યાં સુધી રાજકીય રીતે અખાડા, રાજકીય ખેંચતાણ અને રાજકારણની ચરમસીમા, એકબીજાને ભરી પીવા સુધી છેલ્લી ઘડીના પ્રયાસો આ બધું જ મોરબી જિલ્લાના લોકોએ જોયું છે તેનાથી વિશેષ જો વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં વર્ષોથી નાગાબાવાની જગ્યા પાસે લોકમેળાનું પાલિકા દ્વારા આયોજન કરવામાં આવતું હતું અને તે મેળાની ખોટી રીતે આ વર્ષે હરરાજી કરવામાં આવી છે તેવી પ્રાદેશિક કચેરીમાં અરજી કરવામાં આવી હતી તેના આધારે ફરીથી વાંકાનેર નગરપાલિકાના મેળા માટે થઈને હરરાજી ગોઠવવામાં આવી હતી અને તેમાં ઐતિહાસિક કહી શકાય તેટલી 11,50,000 ની આવક વાંકાનેર નગરપાલિકાની તિજોરીમાં આવેલ છે જોકે આ વર્ષે જીતુભાઈ સોમાણીના ગ્રુપ દ્વારા બીજા શહેરની જેમ ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેની મંજૂરી માટે થઈને પ્રોસેસ પણ કરાવી હતી જો કે છેલ્લી ઘડી સુધી મંજૂરી આપવામાં આવી ન હતી અને હાલમાં મળતી માહિતી મુજબ જીતુભાઈ સોમાણી દ્વારા જે ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મેળાની મંજૂરી રદ કરવામાં આવી છે

વાંકાનેરના પ્રાંત અધિકારી અશોક શેરસીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક હેતુ માટેની જમીનનું મેદાન હોય ત્યાં મેળાને મંજૂરી ન આપી શકાય તેવો અભિપ્રાય આવ્યો હોવાથી હાલમાં તેઓએ આ મેળાની મંજૂરી રદ કરેલ છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે મોરબી જિલ્લામાં જ આવતા મોરબી શહેરની અંદર જો ઔદ્યોગિક હેતુ માટેની જમીન ઉપર ખાનગી મેળાનું આયોજન થઈ શકતું હોય તો મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર શહેરમાં ઔદ્યોગિક હેતુ માટેની જમીનમાં લોકમેળાનું આયોજન શા માટે ખાનગી પાર્ટી ન કરી શકે તે સૌથી મોટો સવાલ છે 

આના ઉપરથી સ્પષ્ટ પણે દેખાય છે કે વાંકાનેરની અંદર અધિકારીઓ પણ રાજકારણીઓના હાથા બનીને કામ કરી રહ્યા છે એટલા જ માટે એક મેકને ભરી પીવા માટે થઈને જે રાજકીય અખાડાઓ કરવામાં આવી રહ્યા છે તેમાં ક્યાંકને ક્યાંક લોકોને મળવાની થતી સુવિધાઓ પણ જુટવાઈ રહી છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને ખાસ કરીને વાંકાનેર ની અંદર જીતુભાઈ સોમાણીના ગ્રુપ દ્વારા જે ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેને રદ કરવામાં રાજકારણીઓને વધુ રસ હતો કે સ્થાનિક અધિકારીઓને તે સૌથી મોટો સવાલ છે કારણ કે એક જ જિલ્લામાં અલગ અલગ રીતે સ્થાનિક અધિકારીઓ દ્વારા જે રીતે કાયદાનું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે તેના માટે અધિકારીઓ પણ ટીકાને પાત્ર બનાવી રહ્યું છે કાં તો વાંકાનેરના અધિકારીઓ ખોટું કરી રહ્યા છે ? અને કાં તો મોરબીના અધિકારીઓ ખોટું કરી રહ્યા છે ? તે વાત નિશ્ચિત છે.






Latest News