મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં પ્રેમી સાથે રહેતી સગર્ભા યુવતીનું સારવાર દરમ્યાન મોત


SHARE







વાંકાનેર નજીક કારખાનામાં પ્રેમી સાથે રહેતી સગર્ભા યુવતીનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેરના ભુજપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં પ્રેમીની સાથે રહેતી યુવતીને છેલ્લા દિવસોથી તાવ આવતો હતો જેથી તેને પ્રથમ સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં બેભાન હાલતમાં યુવતીની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મુળ છોટા ઉદયપુર જિલ્લાની રહેવાસી અને હાલમાં વાંકાનેરના ભોજપર ગામની સીમમાં ક્યુરેક્સ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતી જ્યોત્સનાબેન શેખાભાઈ ઉર્ફે શંકરભાઈ નાયકા જાતે આદિવાસી (ઉમર ૧૮) નામની યુવતી તેના પ્રેમી અનકેસભાઈ ટીનીયાભાઈ રાઠવા સાથે કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતી હતી અને તેને છેલ્લા દિવસોથી તાવ આવતો હતો જેથી પ્રથમ સારવાર માટે વાંકાનેર ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીને ત્રણ માસનો ગર્ભ હતો અને તાવ સબબ તેમજ લોહીની ટકાવારી ઓછી હોવાના કારણે અને બીમારીના લીધે તેનું મૃત્યુ થયું હોવાનું ડોક્ટર પાસેથી જાણવા મળી રહ્યું છે હાલમાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસ દ્વારા નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News