મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા
Breaking news
Morbi Today

મોરબી સામાકાંઠે સોનાપુરી સ્મશાનની ખંડિત મૂર્તિઓ બદલવા ટ્રસ્ટીઓની મિટીંગ યોજાઇ


SHARE













મોરબી સામાકાંઠે સોનાપુરી સ્મશાનની ખંડિત મૂર્તિઓ બદલવા ટ્રસ્ટીઓની મિટીંગ યોજાઇ

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પર આવેલ સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત સ્મશાન ખાતે ટ્રસ્ટી મંડળની મીટીંગ મળી હતી જેમાં સ્મશાનમાં સ્થાપીત મુર્તિઓ ઝરઝરીત અને ખંડિત થઇ ગયેલ હોય તે મૂર્તિઓને સ્થાને નવી મૂર્તિઓ લગાવવા દાતાઓ સમક્ષ ટહેલ નાંખવામાં આવેલ છે

મોરબીના સામાકાંઠે સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો.ડી.એસ.પટેલના અધ્યક્ષસ્થાને મીટીંગ મળી હતી જેમાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે સોનાપુરી સ્મશાનમાં સ્થાપીત મૂર્તિઓ ઝરઝરીત તેમજ ખંડિત થઇ ગઇ હોવાથી અગાઉ જેતે દાતાઓએ દાન આપેલ તે દાતાઓએ પુન: દાતા બનવું હોય તો તા.૨૫-૮ સુધીમાં ટ્રસ્ટીઓનો સંપર્ક કરવા અન્યથા અન્ય દાતાઓને લાભ આપવામાં આવશે. નામ નોંધાવવા અનિલભાઈ વાઘેલાના મો.૯૮૨૫૭ ૬૨૯૦૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.
 
ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ

હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.આગામી ૨૨ ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પર્વ નિમિતે હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ કે જે છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલું છે અને છેલ્લા ચાર વર્ષથી દરવર્ષે વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું આયોજન કરે છે તેના દ્રારા ચાલુ વર્ષે પણ વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જે માટે અગાઉ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.વધુમાં ગ્રુપના પ્રમુખ દ્વારા જણાવાયું છે કે આગામી ગુરૂવારના રોજ સવારે ૯ થી ૧૦-૩૦ સુધી આ કાર્યક્રમ યોજાનાર છે જેમાં ધો.૩ થી ૮ ની બાળાઓ ભાગ લઇ શકશે અને ૧ થી ૧૦ માં નંબર લાવનારને પ્રોત્સાહિત ઇનામ તેમજ ભાગ લેનાર તમામને ઇનામ આપવામાં આવશે.સ્પર્ધા તા.૧૯-૮ ને ગુરૂવારે ઔદીચ્ય બ્રાહ્મણની ભોજનશાળા હળવદ ખાતે સવાર ૯ થી ૧૦-૩૦ યોજાશે.રજીસ્ટ્રેશન માટે મો.૯૫૮૬૮ ૮૪૪૬૨, ૭૭૭૮૮ ૦૦૦૬૪ અથવા ૯૪૨૯૧ ૬૨૮૬૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.





Latest News