મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી, હળવદ અને વાંકાનેરમાં જુગારની ચાર રેડ: ૮૦૭૪૦ ની રોકડ સાથે ૨૬ જુગારી પકડાયા


SHARE











મોરબી, હળવદ અને વાંકાનેરમાં જુગારની ચાર રેડ: ૮૦૭૪૦ ની રોકડ સાથે ૨૬ જુગારી પકડાયા

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં દરરોજ જુગારની રેડ કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં મોરબી, હળવદ અને વાંકાનેર તાલુકામાં જુગારની ચાર રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે ૨૬ જુગારીઓની ૮૦૭૪૦ ની રોકડ સાથે ધરપકડ કરેલ છે


મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસર સરકારી સ્કુલની પાસે બાવળની ઝાડીમાં જુગાર રમતા હોવાની બાતમી હતી જેના આધારે બી ડીવીઝન પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે દેવાભાઈ બાબુભાઈ કુંઢીયા, વિપુલભાઈ રઘુભાઈ મંદેરીયા, રાયધનભાઈ પ્રેમજીભાઈ કુંઢીય, જીતુભાઈ સનાભાઇ દેલવાણીયા, સંજયભાઈ મોહનભાઈ પંસારા, બટુકભાઈ બાબુભાઈ મંદારીયા, વિક્રમભાઈ ધીરુભાઈ પંસારા અને ખેતાભાઇ પ્રેમજીભાઈ કુંઢીયા જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૨૫,૭૦૦ રૂપિયાની રોકડ કબજે કરી તેઓને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર સીટી જુગાર

વાંકાનેરના નવા રાતીદેવડી ગામે મફતીયાપરા વિસ્તારમાં વશરામભાઈ પ્રેમજીભાઈ વરાણીયાના ઘર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુાગરની રેડ કરવામાં આવી હતી ત્યારે વશરામભાઈ ઉર્ફે વસો પ્રેમજીભાઈ વરાણીયા, મનસુખભાઈ લઘુભાઇ મદ્રેસાણીયા, રાહુલભાઈ ધનજીભાઈ સોલંકી, નિઝામુદ્દીન વલીમામદ માથકિયા, અનિલભાઈ નારાયણભાઈ મકવાણા, રતાભાઇ માલાભાઈ ગમારા, ગોપાલભાઈ બચુભાઈ મદ્રેસાણીયા અને ભરતભાઈ ગુણવંતભાઈ દેદા જાહેરમાં જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૨૬૨૦૦ ની રોકડ કબજે કરી હતી

વાંકાનેર તાલુકા જુગાર

વાંકાનેર તાલુકાની હદમાં આવતા માટેલ રોડ ઉપર રેસી સીરામીકના લેબર કોન્ટ્રાક્ટર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મનુભાઈ છનાભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ નરસીભાઈ ગેલડીયા, ભરતભાઈ સોમાભાઈ વાઘેલા, હંસરાજભાઈ ચતુરભાઈ પાનારા, રાજેશભાઈ ગેલાભાઈ ઝાલા અને જીલાભાઇ લાલજીભાઇ દેકાવાડીયા જાહેરમાં જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૧૨૪૦ રૂપિયાની રોકડ કબજે કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

હળવદ જુગાર

હળવદ શહેરમાં આવેલ સાનિધ્ય બંગલો મેઈન રોડની બહાર સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મનોજભાઈ રમણીકભાઈ નારણીયા, પ્રકાશભાઇ રતિલાલભાઈ કકાસણીયા, દિનેશભાઈ ગોવિંદભાઈ અગોલા અને મીતભાઈ ચંદુભાઇ કૈલા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે તેઓની પાસેથી ૧૭૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News