મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે રૂપિયાની ઉઘરાણી મુદે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ


SHARE











મોરબીના નાની વાવડી ગામે રૂપિયાની ઉઘરાણી મુદે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ

મોરબી નાની વાવડી ગામે રહેતા યુવાને પોતાના ઘરની અંદર એલ્યુમિનિયમ બારી ફીટ કરાવ્યા બાદ માલ અને મજૂરીના પૈસા આપી દીધા હતા તેમ છતાં પણ તેની પાસે રૂપિયાની ઉઘરાણી કરીને બારી ફીટ કરનારા શખ્સ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને જાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો હતો અને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી જેની ફરિયાદના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે 

મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા રમણીકભાઇ હીરાભાઈ ઉભડીયા (૩૦) ને તે જ ગામની અંદર રહેતા દિલિપભાઇ પડસુંબિયાએ માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને યુવાને જે ફરિયાદ નોંધાવી હતી તેમાં જણાવ્યુ હતું કે તેઓએ દિલીપભાઇ રામજીભાઇ પડસુંબિયા પાસે પોતાના ઘરની અંદર એલ્યુમિનિયમની બારી ત્રણ વર્ષ અગાઉ ફીટ કરાવી હતી જેના તેઓએ માલ અને મજૂરીના પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાં પણ દિલિપભાઈ તેની પાસે એલ્યુમિનિયમ બારીના રૂપિયાની માગણી કરતા હતા અને તેઓને જાતિ પ્રત્યે જાહેરમાં અપમાનિત કર્યા હતા અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો આટલુ જ નહી ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી પોલીસે રમણીકભાઇની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી હતી અને હાલમાં દિલીપભાઇ ઉર્ફે દીપકભાઈ રામજીભાઇ પડસુંબિયા (૩૧)ની ધરપકડ કરેલ છે 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News