મોરબીમાં યોજાતા નાટકીય સેવા સેતુથી જનતા ત્રસ્ત, લોકોને ઉલ્લુ બનાવતા અધીકારીઓ !: લશ્કર કયાં લડે છે..?
મોરબીમાં પડેલ આઇટીની રેડમાં બીજા દિવસે કાર્યવાહી ચાલુ: ૨૦૦ કરોડના હિસાબી ગોટાળા !
SHARE
મોરબીમાં પડેલ આઇટીની રેડમાં બીજા દિવસે કાર્યવાહી ચાલુ: ૨૦૦ કરોડના હિસાબી ગોટાળા !
મોરબીના જાણીતા કયુટોન ગ્રુપ ઉપર આઇટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી કાર્યવાહી ચાલી રહી છે ત્યારે પોટલા મોઢે દસ્તાવેજો જપ્ત કર્યા છે અને ૨૦૦ કરોડના હિસાબી ગોટાળા સામે આવે તેવી શકયતા છે.
આવકવેરા ખાતાના સુત્રોએ જણાવ્યું છે કે, મોરબી ઉપરાંત રાજકોટ અને અમદાવાદમાં પણ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ૨૦૦ કરોડના હિસાબી ગોટાળા દર્શાવતા દસ્તાવેજો મળ્યા છે. પોટલામોઢે દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. ડીજીટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં કેટલીક શંકાસ્પદ અને વાંધાજનક ગુપ્ત માહિતી હોવાના સંકેત છે. અને હવાલાની શંકાના આધારે એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. કંપની દ્વારા મોટાપ્રમાણમાં નિકાસ કરવામાં આવતી હોવાના કારણે હવાલા વ્યવહારોની પણ શંકા છે. આ સિવાય ટેક્સ ચોરીનું રેકેટ સામે આવે તેવી શકયતા છે અને ફેકટરીમાંથી બીલ બનાવ્યા વગર જ માલ બહાર મોકલવામાં આવ્યો હોવાનું પણ અધિકારીને ધ્યાને આવેલ છે
ગોહાટી, કોલકાતા, દિલ્હી ઉપરાંત વિદેશોમાં સ્પેન અને બ્રિટનમાં પણ કંપનીની ઓફીસો છે. અને વાર્ષિક ૮૦૦ કરોડનું ટર્નઓવર આ કંપનીનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને ચોપડે નહીં બતાવેલી એન્ટ્રીઓની પણ વિગતો ધ્યાને આવેલ છે અને કંપનીની જુદા-જુદા શહેરોમાં ૧૧ સેલ્સ ઓફીસ છે ત્યાં પણ તપાસ લંબાવવામાં આવશે. ડીલરો તથા ડીસ્ટ્રીબ્યુટરોને વેચાણ કરતી વખતે ઓન મનીની સાથે ચેક પણ લેવામાં આવતા હતા અને બિલીંગ સિસ્ટમમાં હિસાબી ગોટાળાની તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ ઇન્કમટેક્સના એડીશનલ ડાયરેક્ટર (ઇન્વેસ્ટીગેશન) દ્રૌપસિંહ મીનાના સુપરવીઝન હેઠળ હાથ ધરવામાં આવેલા દરોડા અંતર્ગત રાજકોટ, મોરબી અને અમદાવાદ તથા ચંદીગઢ જેવા શહેરોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.









