મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાતા નાટકીય સેવા સેતુથી જનતા ત્રસ્ત, લોકોને ઉલ્લુ બનાવતા અધીકારીઓ !: લશ્કર કયાં લડે છે..?


SHARE







મોરબીમાં યોજાતા નાટકીય સેવા સેતુથી જનતા ત્રસ્ત, લોકોને ઉલ્લુ બનાવતા અધીકારીઓ !: લશ્કર કયાં લડે છે..?

મોરબી જિલ્લામાં વહીવટી તંત્રમાં ભારે સિથીલતા આપી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે.કારણ કે રાજકીય આગેવાનો દ્વારા ક્યારે પણ જે તે વિભાગના કામની સમીક્ષા કરવામાં આવતી ન હોય અથવા તો "નાટકીય સમીક્ષા" કરવામાં આવતી હોય ખરેખર "અધિકારીઓનું લશ્કર ક્યાં લડે છે..?" તે કોઈને કંઈ ખબર હોતી નથી તેવો ઘાટ શહેરમાં જોવા મળે છે.કારણ કે શહેરમાં જે રીતે ગંદકીના ગંજ, ઉભરાતા ઉકરડા અને ગટર અને બંધ સ્ટ્રીટ લાઈટો, બીસ્માર બગીચા, ઉંટ સવારી જેવા રોડ-રસ્તા સહિતના જે પ્રશ્નો પાલિકા તેમજ તાલુકા-જીલ્લા પંચાયતના પાપે તો છે જ તે રીતે જ અન્ય વિભાગો અને ખાસ કરીને મામલતદાર અને કલેક્ટર વિભાગમાં પણ લોકોના કામો થતા ન હોવાની લોકોમાંથી ફરિયાદ જોવા મળી રહી છે.દરમ્યાનમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં યોજાયેલ સેવાસેતુ કે જેમાં તમામ પ્રકારના કામો થવા જોઈએ તેને બદલે માત્ર આવકના દાખલા અને પેન્શનને લગતા બે જ કામ થતા હોય અને અન્ય કોઈપણ કામ જેમકે આધાર કાર્ડને લગતા કામ કે આયુષ્માન કાર્ડને લગતા કામ કે અન્ય કોઈ કામ થતા ન હોય આ કામે આવેલા લોકોએ ધક્કો થયો હતો અને લોકો તંત્ર પ્રત્યે બાળાપો કાઢતા જોવા મળ્યા હતા.

વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના શહેરી વિસ્તારના વોર્ડ નંબર ૯ માં હાઉસીંગ બોર્ડના કોમ્યુનીટી હોલ ખાતે જીલ્લા વહિવટી તંત્ર-મોરબીના બેનર હેઠળ સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં ‌આવ્યુ હતું.જે અંતર્ગત બે દિવસ પહેલા તેની પત્રિકા અને માઈક સાથે રીક્ષા ફેરવી જાહેરાત પણ કરવામાં આવી હતી.જ્યારે આ સેવાસેતુના કાર્યક્રમમાં પત્રિકા‌ મુજબના કામ માટે આવેલ લોકોના કામ થયા‌ ન.હતા.જેમા આધાર કાર્ડને લગતા કામ, આયુષ્યમાન કાર્ડને લગતા લોકોના કોઈ કામ‌ થયા ન હતા અને હાજર લોકોને આ બાબતે જનતા દ્વારા સવાલ પુછાતા કોઈ જવાબદારી લેવા તૈયાર ન‌ હતું..! પત્રિકામાં બતાવેલ કામમાં માત્ર આવકના દાખલા અને નિરાધાર પેન્શનને લગતા બે જ ટેબલો હતા.જ્યારે સેવા સેતુનો મતલબ જનતાને એક જગ્યાએ બધી સુવિધા મળી રહે‌ તે‌ હોય છે.જ્યારે અહિં કરવામાં આવેલા નાટકીય સેવા સેતુમાં પોતાના ધંધા રોજગાર પડતા મુકીને આવેલ જનતાના કામ થયા ન હતા.આ માટે જવાબદાર કોણ ? અને ત્યાં હાજર જનતાએ પણ આવા ખોટા નાટક બંધ કરવા માંગ કરી હતી.અવારનવાર સેવા સદનના ધક્કા ખાઈ આવેલા લોકોના કામ આવા કહેવાતા "નાટકીય સેવાસેતુ" માં પણ થતા નથી તેવો બળાપો લોકો તંત્ર પ્રત્યે કાઢી રહ્યા છે.






Latest News