મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ૮૦૦ થી વધુ સિરામિક યુનિટ આજથી એક મહિનો ઉત્પાદન બંધ: માંગમાં ઘટાડો થતાં લેવાનો નિર્ણય


SHARE











મોરબીના ૮૦૦ થી વધુ સિરામિક યુનિટ આજથી એક મહિનો ઉત્પાદન બંધ: માંગમાં ઘટાડો થતાં લેવાનો નિર્ણય

મોરબીની આસપાસમાં આવેલા સીરામીકના નાના મોટા યુનિટમાં મલનું ઉત્પાદન કરવામાં આવે છે તેની સામે માંગ નહિવત હોવાથી આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે આજે તા. ૧૦ ઓગસ્ટ થી એક મહિના સુધી તમામ કારખાના બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને આ નિર્ણય મોરબી સિરામિક એસો, સભ્યો સાથે મિટિંગો કરીને સર્વસંમતે લેવામાં આવ્યો છે આટલું જ નહીં આગામી તા ૧૫ થી માલનુ પરિવહન પણ બંધ કરવામાં આવશે

મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા સંયુક્ત રીતે તા. ૧૦ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી એક મહિનો મોરબીના તમામ સિરામિક કારખાનાઓને બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવેલ છે અને આ નિર્ણય લેતા પહેલા મોરબી સિરામિક એસો.ના હોદ્દેદારો દ્વારા સભ્યોની સાથે સંયુક્ત મિટિંગ કરવામાં આવી હતી અને ત્યાર બાદમાં કારખાનાઓને બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે અત્રે ઉલેખનીય છે કે, કોઈપણ ધંધામાં બજારમાં માંગ હોય અને માલનું ઉત્પાદન કરવામાં આવે તો તેના પૂરતા ભાવ મળતા હોય છે જોકે, બજારમાં માંગ ન હોય અને જો ઉત્પાદન વધી જાય તો ઉત્પાદનનું પ્રમાણ વધવાના કારણે માલની કિંમતમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે આવી જ રીતે હાલમાં મોરબી સિરામિક ઉદ્યોગની અંદર પણ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં માલની માંગમાં તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ઇન્ટરનેશનલ માર્કેટમાં કન્ટેનરના ભાડા, ગેસના ભાવ સહિતના પ્રશ્નો છે તેની સાથોસાથ ડોમેસ્ટિક માર્કેટની જો વાત કરીએ તો દેશના જુદા જુદા રાજ્યની અંદર વરસાદ અને બાંધકામ ક્ષેત્રે મંદીના લીધે માલની ડિમાન્ડમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે

મોરબીના  સિરામિક ઉદ્યોગકારો ગુજરાત ગેસ કંપની સાથે કરાર કરીને ગેસ મેળવતા હોય છે અને તેના કારખાનામાં મલનું ઉત્પાદન કરે છે જો કે, આજથી એક મહિનો સિરામિક ઉદ્યોગને બંધ રાખવામા આવેલ છે ત્યારે તેને લઈને કોઈ પ્રશ્ન ઊભા ન થાય તે માટે ગેસ કંપનીને પણ એડવાન્સમાં આ અંગેની જાણ કરી દેવામાં આવી છે કે, એક મહિના સુધી મોરબીના સિરામિક ઉદ્યોગમાં વેકેશન છે. અને એક મહિના પાછો મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી કાર્યરત થાય ત્યારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં સારી ડિમાન્ડ હશે તેવી આશા હાલમાં ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે વધુમાં આગેવાનોએ જણાવ્યુ છે કે, સામાન્ય રીતે ચોમાસામાં ખેતીની સિઝન હોય છે જેથી સિરામિકના મજૂરો પોતાના વતનમાં જતાં રહેતા હોય છે અને કારખાના ચલાવવા માટે ઓગસ્ટ માહિનામાં મજૂરોના પ્રશ્નો ઊભા થતાં હોય છે જો કે, આ વર્ષે વેકેશન રાખવામા આવ્યું છે જેથી કરીને મજૂરો પણ વતનમાં ખેતી કામ માટે જય શકશે તેમજ એક મહિનો કારખાનના મેન્ટેનન્સના કામ પણ થઈ જશે






Latest News