મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રિલાયન્સ માર્ટ મોલમાં કર્મચારીને માર મારીને સીન નાખવા ગયેલ શખ્સની ધરપકડ


SHARE











મોરબીના રિલાયન્સ માર્ટ મોલમાં કર્મચારીને માર મારીને સીન નાખવા ગયેલ શખ્સની ધરપકડ

મોરબી શહેરના સનાડા રોડ ઉપર આવેલ રિલાયન્સ માર્ટ મોલની અંદર નોકરી કરતા કર્મચારીને ત્યાં માલની ખરીદી કરવા માટે આવેલા શખ્સે સ્પ્રેનો ભાવ પૂછ્યો હતો અને ત્યારે કાઉન્ટર પાસે વધુ ગ્રાહક હોવાથી યુવાને થોડીવાર રાહ જોવા માટે કહ્યું હતું જે બાબત તે શખ્સને સારી નહીં લાગતા તેણે ટેબલ ઉપર સ્પ્રેની બોટલનો ઘા કર્યો હતો અને ત્યારબાદ ગાળો આપતો હતો જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા તેના ગાલ ઉપર બે થી ત્રણ ફડાકા જીકી દીધા હતા અને હું કોણ છું તું મને ઓળખે છે, બહાર નીકળ તને જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ પાસે આવેલ બૌદ્ધનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ દિનેશભાઈ પરમાર (ઉંમર ૨૨) નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ નં. ૭૮૭૮૬ ૫૩૫૩૫ વાળા રાહુલભાઈની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૭/૮ ના રોજ મોડી સાંજે સાડા આઠેક વાગ્યે આરોપી રિલાયન્સ માર્ટ મોલમાં સ્પ્રે લેવા માટે આવ્યો હતો અને ત્યારે તેણે કાઉન્ટર ઉપર આવીને ફરિયાદી યુવાન ત્યાં બેઠો હતો તેને સ્પ્રેની પ્રાઈઝ પૂછી હતી અને ત્યારે મોલમાં ગ્રાહકો વધુ હોવાથી ફરિયાદી યુવાને થોડીવાર રાહ જોવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને પોતાના હાથમાં રહેલ સ્પ્રેની બોટલનો સીધો ટેબલ ઉપર ઘા કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી ત્યારે ફરિયાદી યુવાને ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેને ગાલ ઉપર બે થી ત્રણ ઝાપટો મારી હતી અને કહ્યું હતું કે હું કોણ છું, તું મને ઓળખે છે, તું બહાર નીકળ તને જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપી રાહુલ અશ્વિનભાઈ કોટેચા જાતે લોહાણા (૩૧) રહે. રવાપર રોડ લોટસ એપાર્ટમેંટ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News