ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી રાજપૂત સમાજના 500 થી વધુ ભાઇઓને તલવાર રાસની તાલીમ દેવાશે


SHARE







મોરબી રાજપૂત સમાજના 500 થી વધુ ભાઇઓને તલવાર રાસની તાલીમ દેવાશે

અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ આયોજિત ભુચરમોરી તલવાર રાસની પ્રેક્ટિસ માટે કોરિયોગ્રાફર મોરબી આવવાના છે અને સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસે આવે માઁ ગરબી ના મેદાનમાં રાજપૂત સમાજના 500થી વધુ ભાઇઓને તલવાર રાસની તાલીમ દેવામાં આવશે અને મંગળવારે બપોરના ત્રણ વાગ્યાથી આ તાલીમ શરૂ કરવામાં આવશે

આ તાલીમ કોરિયોગ્રાફર જે.સી જાડેજા અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રદેશમંત્રી જયદેવસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવશે અને આગામી સાતમના દિવસે ભુચરમોરી ખાતે યોજાનાર ઐતિહાસીક તલવાર રાસમાં મોરબી જીલલામાંથી કુલ મળીને 500 થી વધુ ભાઇઓ જોડાવાની છે અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રોલ તાલુકાના ભૂચર મોરી ખાતે તલવારરાસ અગાઉ યોજાયો હતો તેમા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી રાજપૂત સમાજની બે હજાર જેટલી બહેનો દ્વારા તલવાર રાસ રજુ કરીને વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો હતો અને હવે ભાઇઓ દ્વારા તલવાર રાસ રજુ કરીનો વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવશે તેવું અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ મોરબીના પ્રમુખ નિરૂભા ઝાલા તેમજ મહેન્દ્રસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું છે






Latest News