મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સિંચાઈ કેનાલો અને ધોરિયાઓના અધૂરા કામ પૂરા કરવાની માંગ


SHARE







મોરબી જીલ્લામાં સિંચાઈ કેનાલો અને ધોરિયાઓના અધૂરા કામ પૂરા કરવાની માંગ

મોરબી જીલ્લામાં સિંચાઈ સેવા સદનની સાથે બાકી રહેલી કેનાલો તેમજ ધોરિયાઓ તાત્કાલિક પુરા કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ હાલમાં રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે

તેમણે જણાવ્યુ  છે કે, મોરબીમાં સિંચાઈ સદન બનાવવા માટે ૧૦ કરોડ રૂપિયા ફાળવવા માટે રજૂઆત કરવમાં આવેલ છે. જો કે, આ રૂપિયા તો ફાળવવા ના જ છે. અને મોરબીમાં સિંચાઈ સદન બનશે તેનો આનદ છે પરંતુ હાલમાં સૌથી વધારે જરૂરિયાત મોરબી જીલ્લાના મચ્છુ-૩ ડેમ તેમજ ડેમી-૩ ડેમની કેનાલો કે જે અધુરી છે. તે જલ્દી પૂરી થાય તેની લાગે છે. તેમજ મચ્છુ-૨ ની કેનાલના કામો પણ અધૂરા છે. તેમજ મોરબી જીલ્લા માં આવતી નર્મદા કેનાલની કેનાલો જેવી કે માળિયા, ધ્રાંગધ્રા , અને મોરબી બ્રાંચ કેનાલ ની ડિસટ્રીબ્યુટરી, માયનોર, સબમાયનોર, વોટરકોર્ષના કામો જે બાકી છે. તે જલ્દી પુરા થાય તે ખુબજ અગત્યનું છે.


માળિયા અને મોરબી તાલુકાના સિંચાઈની સુવિધાથી વંચિત ગામોની કેનાલની માંગણી બાબતે છેલ્લી પેટા ચુંટણીમાં સતાધારી પક્ષના જવાબદાર નેતાઓ દ્વારા આપવામાં આવેલ વચન મુજબ જલ્દી આ કામ મંજુર કરીને આગામી ચુંટણી પહેલા કામ ચાલુ કરવામાં આવે તે માટે માંગણી કરેલ છે. અને સિંચાઈ વિહોણા ગામો માટે મચ્છુ-૨/૩  માંથી કેનાલ મોટી કરીને લંબાવવાના કામને ખરેખર મંજુરી આપવામાં આવે અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવે તે પણ જરૂરી છે જો આવું કરવામાં નહિ આવે તો પેટા ચુંટણીમાં આપેલ વચનો લોલીપોપ વચનો જ હતા તેવું માનીને આ વિસ્તારના લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે.
     






Latest News