મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

એડવોકેટનો SP સમક્ષ ઘા: વાંકાનેરના સરતાનપરમાં રાજકીય આગેવાન દ્વારા ખુલ્લે થતું દારૂનુ વેચાણ બંધ કરવો !


SHARE











એડવોકેટનો SP સમક્ષ ઘા: વાંકાનેરના સરતાનપરમાં રાજકીય આગેવાન દ્વારા ખુલ્લે થતું દારૂનુ વેચાણ બંધ કરવો !

મોરબી જીલ્લામાં દારૂ વેચાઈ છે તેવા આક્ષેપ ઘણા કરવામાં આવે છે તેવામાં વાંકાનેરના એડ્વોકેટ દ્વારા એસપીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રાજકીય આગેવાન દ્વારા ખુલ્લે આમ દારૂનુ વેચાણ કરવામાં આવી રહ્યું છે અને ખનીજ ચોરી તેમજ સરકારી જમીનમાં ગેરકાયદેસર કબજો કરેલ છે જેથી કરીને તાત્કાલીક પગલા લેવામાં આવે તેવી માંગ કરેલ છે

વાંકાનેરના જીનપરા જકાત નાકા પાસે ક્રિષ્ના ચેમ્બર્સમાં દુકાન ધરાવતા એડ્વોકેટ મહેશભાઈ દેવજીભાઈ ગણેશીયાએ એસપીને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, સરતાનપરા ગામનાં સરપંચ તથા ગ્રામજનો દ્વારા તેને હકીકત આપવામાં આવી છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે છેલ્લા ઘણા સમયથી સરતાનપર ગામના રાજકીય આગેવાન અને તાલુકા પંચાયતના સદસ્ય દેવુબેન હનુભાઈના પુત્ર દેવાભાઈ હનુભાઈ તથા ચંદુભાઈ હનુભાઈ જે સરતાનપર ગામે ૨હે છે તે સરતાનપર ગામે સરકારી જમીનમાં સેન્સો ચોકડી પાસે પાવર હાઉસ સામે સરકારી જમીનમાં ૨૦ થી ૨૫ ગેરકાયદેસર રૂમો બનાવેલ છે અને ગામની પ્રાથમીક શાળાની બાજુમાં ગેરકાયદેસ ઓફીસનુ બાંઘકામ કરેલ છે અને દેવાભાઈ હનુભાઈ વીંઝવાડીયા દ્વારા પોતાના માણસો રાખીને ત્યાં દારૂનું વેચાણ કરવામાં આવે છે

તેમજ સાઈન્ટીફીકા કારખાનાની સામે ગેરકાયદેસર દુકાન બનાવી ત્યાં ચંદુભાઈ હનુભાઈ તથા હનુભાઈ ભીમાભાઈ દેશી તથા અંગ્રેજી દારૂનું વેચાણ કરી રહ્યા છે તેમજ સરતાનપર ગામે સરકારી ખરાબામાં ખનીજ ચોરી કરાવી અને પાણી માલ ઢોરને પીવા માટેનુ હોય તેનું ગે૨કાયદેસર વેચાણ કરે છે જેથી કરીને આ માથાભારે શખ્સોની સામે સરતાનપર ગામના ગ્રામજનોએ .૧૬-૩ ના રોજ પીઆઇને તથા તા. ૧૭-૩ ના રોજ મામલતદારને લેખીત ૨જુઆત કરવામાં આવી છે જો કે, કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને તાજેતરમાં ગુજરાતમાં લઠા કાંડ જેવી ઘટના બનેલ છે ત્યારે દારૂનું વેચાણ બંધ કરાવવામાં આવે અને સરકારી જમીનો ઉપર ગેરકાયદે બનાવવામાં આવેલ ઓરડીઓ સહિતના દબાણોને તોડી પાડવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News