મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના બોકડથંભા પાસે ટ્રેનની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત


SHARE







 

વાંકાનેરના બોકડથંભા પાસે ટ્રેનની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ બોકડથંભા ગામની સીમમાંથી પસાર થતી ટ્રેનની હડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી દલડી રેલવે સ્ટેશનના સ્ટેશન મસ્તરે આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા બોકડથંભા ગામની સીમમાંથી ઓખા અરુણા કુલમ ટ્રેન ગઈકાલે બપોરે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યો ૩૫ વર્ષનો યુવાન તે ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી ગંભીર રીતે ઇજાઓ થઈ હોવાના કારણે તે યુવાનનું ઘટના નીપજ્યું હતું અને આ બનાવની દલડી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર મનસુખભાઈ શંકરભાઈ બરાસરા દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનના મૃતદેને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા બાબુભાઈ હીરાભાઈ ઝાલા જાતે વાલ્મિકી (ઉંમર ૫૭) પોતાના ઘરે આંબેડકર નગર શેરી નં-૫ ખાતે હતા ત્યારે તેઓને હાર્ટ એટેકનો હુમલો આવી જતા તે પડી ગયા હતા અને ત્યારબાદ તેને વિકીભાઈ ઝાલા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરતા આ બનાવવાની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News