મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

સમાચારની અસર: મોરબીના જોધપર નજીક ફેંકવામાં આવેલ મૃત ગૌવંશોના મૃતદેહનો તાત્કાલિક તંત્રે કર્યો યોગ્ય નિકાલ


SHARE







સમાચારની અસર: મોરબીના જોધપર નજીક ફેંકવામાં આવેલ મૃત ગૌવંશોના મૃતદેહનો તાત્કાલિક તંત્રે કર્યો યોગ્ય નિકાલ

મોરબીના જોધપર પાસે મૃત ગૌવંશોના મૃતદેહને રજડતી હાલતમાં ફેકવામાં આવ્યા છે જેના સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા જેથી કરીને આજે તાલુક અને જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો સ્થળ ઉપર ગયા હતા અને ત્યાં અંદાજે ૨૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ રજડતી હાલતમાં પડ્યા હતા જેથી કોંગ્રેસ કલેક્ટરને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને સમાચારની અસરના ભાગરૂપે તંત્ર દ્વારા ચાર કલાકમાં તમામ મૃતદેહનો સાયંટિફિક રીતે નિકાલ કરી નાખવામાં આવેલ છે

ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર લંપી વાયરસના કારણે ગાય અને ગૌવંશોના મૃત્યુના બનાવો બન્યા છે ત્યારે મોરબી જિલ્લો પાનાં તેમાંથી બાકાત નહીં અને અનેક ગૌવંશોના છેલ્લા દિવસોમાં મોરબી જીલ્લામાં પણ મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે અને મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં ઢાળ ઉપર જે ડમ્પિંગ પશુઓના મૃતદેહના નિકાલ માટે બનાવવામાં આવી છે ત્યાં અંદાજે ૨૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ રજડતી હાલતમાં પડ્યા છે અને તે છેલ્લા દિવસોમાં લંપી વાયરસ કે અન્ય કોઈપણ કારણોસર મૃત્યુ પામેલા ગૌવંશોના જ મૃતદેહ છે તેવું જાણવા મળ્યું છે અને આ અંગેના સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરૂ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા, અશ્વિનભાઈ વિડજા, હનીફભાઇ પાયક, ચેતનભાઈ એરવાડીયા સહિતના આગેવાનો જોધપર ગામની સીમમાં પહોચ્યા હતા અને મૃતદેહનો યોગ્ય નિકાલ કરવા માટે કલેક્ટરને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આવ્યું હતું

ત્યાર બાદ ૨૦૦ જેટલા ગૌવંશોના જે મૃતદેહને ફેંકવા આવેલ છે તેનો યોગ્ય રીતે નિકાલ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મોરબી મોરબી પાંજરાપોળ, યદુનંદન ગૌશાળા અને પાલિકાના ત્રણ જેસીબીને બોલાવીને ખાડા કરીને તાત્કાલિક તમામ ગૌવંશોના મૃત્યુનો મલાજો જળવાઈ તે રીતે ખાડા ખોદીને તમામ મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, મોરબી પાંજરાપોળ, સતનામ ગૌશાળા, યદુનંદન ગૌશાળા સહિતના જગ્યાઓએ મૃત્યુ પામતા ગૌવંશોના મૃતદેહને ત્યાં ફેંકવામાં આવ્યા હતા અને સમાચારને ઉજાગર કરવામાં આવતાની સાથે જ તંત્ર વાહકો હરકતમાં આવ્યા હતા અને તાલુકાના પશુ ડોક્ટરની હાજરીમાં મૃત પશુનો સાયંટિફિકલી નિકાલ કરવામાં આવેલ છે 






Latest News