મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મંત્રીએ ભાંગરો વાટ્યો: મોરબીમાં બ્રિજેશભાઈ મેરજાએ અટલ ટીકરીંગ લેબને અટલ લિંકરિંગ લેબ કરી નાખી !


SHARE











મંત્રીએ ભાંગરો વાટ્યો: મોરબીમાં બ્રિજેશભાઈ મેરજાએ અટલ ટીકરીંગ લેબને અટલ લિંકરિંગ લેબ કરી નાખી !

મોરબીના શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં અટલ ટીકરીંગ લેબના લોકાર્પણનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં આવેલા મંત્રીએ જે લેબનું લોકાર્પણ કર્યું હતું તેના નામમાં પણ ભાંગરો વાટ્યો હતો અને અટલ ટીકરીંગ લેબના બદલે અટલ લિંકરિંગ લેબ નામનો ઉપયોગ કર્યો હતો

મોરબી શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે અટલ ટીકરીંગ લેબનું રાજ્યના પંચાયત વિભાગના મંત્રી અને મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારે આ કાર્યક્રમમાં શાળાના સંચાલક જયંતિભાઈ રાજકોટિયા તેમજ આગેવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ હાજર રહ્યા હતા ત્યારે સ્કૂલના સંચાલકએ જણાવ્યું હતું કેવર્તમાન સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી જેથી કરીને બાળકો નાનપણથી જ વિજ્ઞાન અને ટેક્નોલોજીની સમજ તથા તેના જુદા જુદા પ્રયોગો થકી તેઓ માનસિક વિકાસ થાય તે માટે થઇને સરકાર દ્વારા અટલ ટીકરીંગ લેબ મંજૂર કરવામાં આવે છે

આ લેબ માટે સરકાર દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે અને તેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ વધુ ટેકનોલોજી તરફ વડે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે તો રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીની શાળામાં જે લેબનું લોકાર્પણ કર્યું હતું તેના થકી બાળકોના ઉજવળ ભવિષ્યની વાત કરી હતી જો કે, તેઓએ વિદ્યાર્થી અને વાલી સહિતનાઓને સંબોધન કરતાં સમયે તેમજ પત્રકારોને માહિતી આપતા સમયે અટલ ટીકરીંગ લેબની જગ્યાએ તેઓએ અટલ લિંકરિંગ લેબ નામનો ઉપયોગ કર્યો હતો આમ જેનું લોકાર્પણ કર્યું તે લેબના નામમાં જ મંત્રીએ ભાંગરો વાટતા શૈક્ષણીક સંસ્થાના લોકો તેમજ વાલીઓ સહિતનાઓમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનેલ હતો






Latest News