મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ, વેવાઈ અને વેવાણ સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારાના જબલપુરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ, વેવાઈ અને વેવાણ સામે ગુનો નોંધાયો


ટંકારાના જબલપુર ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકની માતાએ હાલમાં તેના જમાઈ અને વેવાઈ વેવાણની સામે દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે હાલમાં મૃતકના પતિ, સાસુ અને સસરાની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા જયદીપભાઇ ભાલોડીયાના પત્ની સુમીતાબેન જયદીપભાઈ (૨૪) એ પોતાના ઘરની અંદર બંધ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતક મહિલાની માતા કમળાબેન ભીખાભાઇ વાલજીભાઇ સીણોજીયા જાતે પટેલ (૪૫) (રહે. હડમતીયા) વાળાએ તેની વેવાણ દુર્ગાબેન ભુદરભાઇ ભાલોડીયા, વેવાઈ ભુદરભાઇ રૂગનાથભાઇ ભાલોડીયા અને જમાઈ જયદીપભાઇ ભુદરભાઇ રહે. બધા જબલપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી સુમિતાને તેના સાસુ અને સસરા ઘરના પાણીની મોટરમાંથી પાણી ઉપર ચડાવવા બાબતે લાઇટ બીલ વધુ આવે છે. તેમજ ઘરકામ બાબતે મેણાટોણા મારી માનસીક દુઃખત્રાસ આપતા હતા તેમજ તેના પતિને સુમિતાએ આંખના નંબર હોય માથાનો દુખાવો થતો હતો જેથી દવાખાને લઇ જવાનું અવાર નવાર કહ્યું હતું જો ક,એ દવાખાને નહી લઇ જઇ ધ્યાન ન આપી તેની સાથે ચશ્મા પહેરવા બાબતે તેમજ બ્યુટીપાર્લરનું કામ નહી કરવા બાબતે બોલાચાલી કરી માનસીક દુઃખત્રાસ આપ્યો હતો અને મારવા માટે મજબૂર કરી હતી જેથી કરીને તેની દીકરીએ ગળેફાસો ખાઇને આપઘાત કરેલ છે આ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૦૬૪૯૮(ક)૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News