મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

ગુજરાત માલધારી સેનાના પ્રમુખે લંપીના લીધે મૃત્યુ પામેલા અબોલજીવની પશુપાલકોને સહાય આપવા કરી માંગ


SHARE







ગુજરાત માલધારી સેનાના પ્રમુખે લંપીના લીધે મૃત્યુ પામેલા અબોલજીવની પશુપાલકોને સહાય આપવા કરી માંગ

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર લંપી વાયરસના કારણે ઘણા દુધાળા પશુઓ મૃત્યુ પામ્યા છે અને ઘણા પશુઓ હાલમાં સારવાર હેઠળ છે ત્યારે માલધારીઓની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે જેથી કરીને ગુજરાત માલધારી સેના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને લંપી વાયરસના કારણે દુધાળા પશુઓ મૃત્યુ પામ્યા હોય તેની સામે પશુપાલકોને સહાય આપવામાં આવે અને આ રોગને કાબૂમાં લેવા માટે થઈને નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી નજીકના સનાળા ગામ પાસેથી રાજપર રોડ ઉપર જવાના રસ્તે રહેતાં ગુજરાત માલધારી સેનાના પ્રમુખ ધર્મેશભાઈ આંબાભાઈ રબારી દ્વારા હાલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે, લંપી વાયરસના કારણે હાલમાં મોરબી તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર અનેક દુધાળા પશુઓ છેલ્લા દિવસોમાં મૃત્યુ પામ્યા છે અને ઘણા અસરગ્રસ્ત અબોલ જીવા હાલમાં સારવાર હેઠળ છે જેથી માલધારીની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે અને દુધાળા પશુઓના મૃત્યુ થવાના કારણે તેઓની આજીવિકાનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે ત્યારે પશુપાલકોને દૂધાળા પશુ મૃત્યુ પામેલ હોય તો તાત્કાલિક સરકાર તરફથી સહાય ચુકવવામાં આવે અને હાલમાં જે લંપી વાયરસ સમગ્ર ગુજરાતમાં બેકાબૂ છે તેને કાબૂમાં લેવા માટે થઈને નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં માલધારીઓની મુશ્કેલી વધી શકે તેમ છે તેવું હાલમાં ધર્મેશભાઈ રબારીએ જણાવ્યું છે




Latest News