મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

નર્મદાનું પાણી દરિયામાં ન વહાવી દેતા સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમો ભરો : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન


SHARE







નર્મદાનું પાણી દરિયામાં ન વહાવી દેતા સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમો ભરો : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

તાજેતરમાં ચોમાસાની સિઝન ચાલુ છે અને ભારે વરસાદ પડી રહ્યો છે અને મુંબઈમાં પડેલા ભારે વરસાદના લીધે નર્મદા ડેમ ભરાઈ ગયો હોય તેના દરવાજા ખોલી પાણી છોડીને તે પાણી વડે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમો ભરવામાં આવે તેવી માંગ અહીંના ઇન્ટરનેશનલ એસોસિયેશન દ્વારા કરવામાં આવેલ છે અને દરિયામાં વહી જતા પાણીને ભવિષ્યમાં લોક ઉપયોગી બનાવવામાં આવે તેવી રજૂઆત રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવી હોવાનું સંસ્થાના કે.ડી.બાવરવા દ્વારા જણાવવામાં આવેલ છે.

હાલમાં ગુજરાતમાં તેમજ મધ્યપ્રદેશમાં અતિ વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની ખુબ જ સારી આવક થઇ રહી છે.ડેમનું લેવલ ૧૨૯.૦૧ મીટર થઇ ગયું છે અને હજુ આવક ૨,૯૭,૦૦૦ કયુસેક જેવી છે.જેની સામે સીએચએમએસ મારફતે કેનાલમાં ૫૦૦૦ કયુસેક તેમજ આરબીપીએચ એટલે કે રીવર બેડ પાવર હાઉસ માટે ૪૪,૦૦૦ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે સીધું દરિયામાં જાય છે.ગુજરાતના ખેડૂતો દ્વારા ઉનાળુ પાક માટે આગોતરું વાવેતર કરવા માટે પાણીની માંગણી કરેલ જેની સામે સરકાર દ્વારા જયારે જરૂરિયાત હતી ત્યારે પાણી ન આપતા  છેક છેલ્લા દિવસોમાં કેનાલમાં પાણી છોડવામાં આવેલ અને ખેડૂતોએ વાવેતર ચાલુ કર્યું ત્યાં જ વરસાદ ચાલુ થયેલ હતો જેથી ખેડૂતોને જે મળવુ જોઈએ તે પાણીનો લાભ મળેલ નથી.જે તે સમયે સરકારનું ધ્યાન દોરેલ કે ડેમમાં પાણી છે અને ખેડૂતોને આપો નહિંતર આ પાણી ચોમાસામાં ડેમ ભરાતા દરિયામાં વહી જશે અને હવે તેની શરૂઆત થઇ ચુકી છે અને પાણી દરિયામાં જઈ રહ્યું છે..!

તેથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈસ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરીને માંગણી કરવામાં આવેલ છે સરકારે બનાવેલ સૌની યોજ્ના દ્વારા હાલમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ખાલી ડેમો ભરી આપવામાં આવે હજુ ચોમાસું બાકી છે ડેમમાં ઘણું પાણી આવેલ છે.જે પાણી દરિયામાં જાય છે તેને બદલે ખાલી ડેમો ભરવામાં આવશે તો આ વિસ્તારના લોકોને પીવા તેમજ સિંચાઈના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે.






Latest News