મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં કોલેજમાં ભણતી યુવતીને ચાર વિષયમાં એટીકેટી આવતા ફિનાઈલ પીધુ..!


SHARE







મોરબીમાં કોલેજમાં ભણતી યુવતીને ચાર વિષયમાં એટીકેટી આવતા ફિનાઈલ પીધુ..!

મોરબીના નાનીવાવડી ગામે રહેતી યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હોય અને કોલેજના પ્રથમ વર્ષમાં જ ચાર વિષયોમાં એટીકેટી આવતા તેના પરીવારે બીજા વર્ષમાં રેગ્યુલરને બદલે એક્સટર્નલ અભ્યાસ કરવાનું કબેતા તેણીને મનોમન લાગી આવ્યું હતું અને તેને લઈને તેણીએ ફીનાઇલ પી લેતા સારવારમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતી પ્રિયાબેન વિનોદભાઈ બચુભાઈ રૂપાલા નામની ૧૯ વર્ષીય યુવતી કે જે મોરબીની ઓમશાંતિ કોલેજમાં એફવાય બીકોમમાં અભ્યાસ કરતી હોય અને તેને એફવાયમાં ચાર વિષયોમાં એટીકેટી આવેલી હોય.ત્યારબાદ એસવાયમાં રેગ્યુલર કોલેજ કરવાની ઘરના લોકોએ ના પાડતા અને એક્સટર્નલમાં ભણવાનું કહ્યું હોય તે બાબતનું મનોમન લાગી આવતા પ્રિયાબેન રૂપાલા નામની યુવતીએ તેના ઘેર ફિનાઈલ પી લીધું હતું.જેથી કરીને તેણીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીના ગુનામાં ધરપકડ

મોરબીના નવલખી રોડ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં સામસામી મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવવામાં ઇજાઓ થવાથી રાજુભાઈ પ્રેમજીભાઈ પરમાર સતવારા (૬૦), તુલસીભાઈ રાજેશભાઈ પરમાર (૩૫) અને દ્રષ્ટિ તુલસીભાઈ પરમાર ૧૧ માસ તેમજ સામેવાળા જીતેન્દ્ર જયંતીભાઇ મિયત્રા આહિર (૨૮) ને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બાદમાં પોલીસને જાણ થતા પોલીસે જઈને તપાસ હાથ ધરતા સામ સામે ફરિયાદો નોંધાવવામાં આવી હતી.જેમાં તુલસીભાઈ રાજુભાઈ પરમાર જાતે સતવારા (૩૫) રહે.શ્રદ્ધા પાર્ક સોસાયટી નવલખી રોડ મોરબી વાળાએ તેઓના ઘર નજીક રહેતા જીતેન્દ્ર જયંતી મિયાત્રા, શીતલબેન જયંતિ મિયાત્રા અને જયંતીભાઈ મિયાત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના પિતા રાજુભાઈ પ્રેમજીભાઈ પરમાર દ્વારા સામેવાળા જીતેન્દ્રભાઈના ઘરની પાછળની ખુલ્લી જમીનમાં વરસાદી મોસમ હોય વૃક્ષો વાવ્યા હતા અને એ વૃક્ષની ફરતે તેઓએ લાકડાના ખાંભાથી વાળ કરી હતી જે વાળ સામેવાળાઓએ વગર પૂછ્યે કાઢી નાંખતા તે અંગે રાજુભાઈ તેઓને કહેવા માટે ગયા હતા અને તે બાબત જીતેન્દ્રભાઈને સારી ન લાગતાં તેઓએ ફરિયાદી તુલસીભાઇના પિતા રાજુભાઈને ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે તેમજ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો તેમ જ પોતાના પિતાને બચાવવા માટે વચ્ચે પડેલા તુલસીભાઈ અને તુલસીભાઈની પત્ની સોનીબેનને પણ સામેવાળાઓએ માર માર્યો હતો.જેથી હાલ ફરીયાદ આધારે તપાસ અધીકારી એએમ.ઝાપડીયાએ જીતેન્દ્ર જયમલભાઈ મિયાત્રા (૨૮), શીતલબેન જયંતીભાઈ મિયાત્રા(૨૭) અને સુમનબેન જયંતિભાઇ મિયાત્રાની ધરપકડ કરી હતી.

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ગામે રહેતી જાનીબેન પ્રવીણભાઈ રેવાભાઇ વિંઝવાડીયા જાતે કોળી નામની ૨૨ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીને પણ અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેણીનો લગ્નગાળો દોઢ વર્ષનો હોય હાલ એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ. બોરાણા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News