મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસરનો બનાવ : તું અહીંથી કેમ ચાલે છે આ મારું ખેતર છે તેવું કહીને નાનાભાઈએ મોટાભાઈને માર માર્યો..!


SHARE







વાંકાનેરના વરડુસરનો બનાવ : તું અહીંથી કેમ ચાલે છે આ મારું ખેતર છે તેવું કહીને નાનાભાઈએ મોટાભાઈને માર માર્યો..!

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતો યુવાન તેના ખેતર તરફ જતો હતો અને તેના નાના ભાઈના ખેતરમાંથી રસ્તો નીકળતો હોય તે ત્યાંથી પસાર થતાં તેને રોકીને “તું અહીંથી કેમ ચાલે છે આ મારું ખેતર છે” તેવું કહીને તેને ગાળોને ઝઘડો કરીને લાકડીના ધોકા વડે તેને માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવારમાં લાવ્યા હતા ત્યાર બાદ યુવાને પોતાના નાના ભાઈની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા મનસુખભાઈ જાદુભાઈ નદાસિયા જાતે કોળી (ઉમર 32)એ તેના નાના ભાઈ જયસુખભાઈ જાદુભાઈ નદાસિયા જાતે કોળી રહે વરડુસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વરડુસર ગામેથી ભેરડાના રસ્તે ઝંડિયાવાળા ખેતરમાં તેને તેના નાના ભાઈએ માર માર્યો હતો જેથી તેને ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો વધુમાં તેને જણાવ્યું છે કે પોતાનું ખેતર તેના નાના ભાઈના ખેતરની બાજુમાં જ આવેલ છે અને બંનેના ખેતર તરફ જવાનો એક જ રસ્તો હોય તે રસ્તા ઉપરથી ફરિયાદી મનસુખભાઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે “તું અહીંથી કેમ ચાલે છે આ ખેતર મારું છે” તેવું કહીને તેના નાના ભાઈએ તેને ગાળો આપીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ લાકડી વડે માર માર્યો હતો જેથી ભોગ બનેલા મનસુખભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને પોતાના નાનાભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News