મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વિકાસની વાસ્તવિકતા : મોરબીના લાતી પ્લોટમાં ચોમેર ગારો, કીચડ અને ગંદકી ; સુવિધાના નામે મીંડું !


SHARE











વિકાસની વાસ્તવિકતા : મોરબીના લાતી પ્લોટમાં ચોમેર ગારો, કીચડ અને ગંદકી ; સુવિધાના નામે મીંડું !

ચોમાસના ચાર મહિના દરમ્યાન લોકોને પારાવાર મુશ્કેલી: ઘણા કારખાના સુવિધાના અભાવના લીધે બંધ થઈ ગયા: કારખાનેદારો સહિતનાઓને હાલાકીમાંથી મુક્તિ ક્યારે? : ચોતરફ ગંદકીનું સામ્રાજ્યશેરીઓમાં વરસાદી પાણીના તળાવ: ઓદ્યોગીક વિસ્તારની પરિસ્થિતિ અતિદયનીય


મોરબીની મઘ્યમાં લાતી પ્લોટ આવેલ છે અને દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવા, ગારા, કિચર અને ગંદકીનું સામ્રાજ્ય સહિતની સમસ્યાઓ હોય જ છે જેના કારણે કારખાનેદારોવેપારીઓ તેમજ મજુરી કામ કરવા માટે આવતી મહિલાઓ સહિતના લોકોને મુશકેલીનો સામનો કરવો પડે છે થોડા મહિનાઓ પહેલા લાટી પ્લોટની કાયાપલટ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે જો કે, હજુ સુધી પાસેરામાં પૂણી જેટલી કામગીરી કરવામાં આવી નથી જેથી કરીને આ વર્ષે પણ દર વર્ષની જેમ કારખાનેદારો સહિતના લોકો હેરાન છે ત્યારે ચોમાસના ચાર મહિના દરમ્યાન લોકોને પડતી હાલાકીમાંથી અહીના કારખાનેદારો સહિતના લોકોને ક્યારે મુક્તિ મળશે તે સૌથી મોટો સવાલ છે અને મોરબીમાં વિકાસની વાતો જે લોકો દ્વારા કરવામાં આવે છે તેઓએ વાસ્તવિક્તા જોવી હોય તો અંદાજે ૪૦ વર્ષ કરતાં પણ વધુ જૂના લાતી પ્લોટની અચૂક મુલાકાત લેવાની જરૂર છે કેમ કેવર્ષો પછી પણ આજે ત્યાં સુવિધાના નામે મીંડું છે.

સામાન્ય રીતે લોકોને લાઇટપાણીરોડરસ્તા અને સફાઇની જ અપેક્ષા નગરપાલિકા પાસે હોય છે તેવી જ રીતે મોરબીમાં લોકોને પણ મોરબી પાલિકાના અધિકારીઓએ અને પદાધિકારીએ પાસે આવી જ અપેક્ષા હોય તે સમજી શકાય તેવી વાત છે જો કેમળતી નથી જેથી કરીને લોકો હેરાન છે મોરબીના લાતીપ્લોટના વેપારીઓ કે કરખાનેદારો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તો પણ ચોમારા પહેલા આ વિસ્તારમાં લોકો હેરાન ન થાય તેના માટે કોઈ નક્કર કામગીરી કયારે પણ પાલિકા દ્વારા કરવામાં આવતી નથી જેથી કરીને છેલ્લા વર્ષોથી જે રીતે લોકો હેરાન છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ હેરાગતિ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં સૌથી વધુ ટેકસ લાતી પ્લોટના કારખાનેદારો પાસેથી લેવામાં આવે છે તો પણ તેને સારી પ્રાથમિક સુવિધા કેમ આપવામાં આવતી નથી તે સવાલનો જવાબ કોઈ આપી શક્યું નથી.

પાલિકા દ્વારા શહેરના જુદા જુદા ઝોન પાડીને લોકો પીસેથી હાઉસ ટેકસ વસુલ કરવામાં આવી  રહ્યો છે જેમા શહેરનો લાતી પ્લોટ વિસ્તાર એ ગ્રેડમાં આવતો હોવાથી અહીના કારખાનેદારો પાસેથી નગરપાલિકા દ્વારા સૌથી વધુ ટેકસ વસુલ કરવામાં આવે છે પરંતુ પાલિકા તરફથી આપવામાં આવતી સુવિધાઓ "શુન્ય" સમાન છે અને આજે ૪૦ વર્ષે જુના ઓધોગિક વિસ્તારમાં લોકો સારી પ્રાથમિક સુવિધાને ઝાંખી રહ્યા છે અત્રે ઉલેખનીય છે કે, અજંતા કલોક સહિતના કારખાનાના લાતી પ્લોટમાં જ શરૂ કરવામાં આવ્યા હતા જે આજે દેશ વિદેશમાં નામના ધરાવે છે જો કે, લાતી પ્લોટમાં ચોતરફ ગંદકીવરસાદી પાણીના તળાવ વિગેરે સમસ્યાઓ હોવાથી તે કારખાનેદારોએ પોતાના કારખાનાનું ત્યાંથી સ્થળાંતર કરેલ છે. 

છેલ્લા વર્ષોમાં ઘણા કારખાનેદારો પોતાના કારખાના લાતી પ્લોટ વિસ્તારમાં બંધ કરીને રાજકોટ રોડ કે પછી રાજપર રોડ ઉપર લઈ ગયા છે અને જો આવીને આવી પરિસ્થિતી રહી તો આગમી દિવસોમાં મોરબીનો લાતી પ્લોટ વિસ્તાર પડી ભાંગશે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી થોડા સમય પહેલા રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાના હસ્તે લાતી પ્લોટની કાયાપલટ માટે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું જો કે, કોન્ટ્રાકટર દ્વારા ગોકળ ગતિએ કામ કરવામાં આવી રહ્યું હતું જેથી કરીને આજની તારીખે લાતી પ્લોટમાં દર વર્ષ જેવી જ સમસ્યા છે ત્યારે લોકોની સમસ્યાઓને દુર કરીને સુવિધામાં વધારો કરવા માટે પાલિકા તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવું કારખાનેદારો સહિતના લોકો ઈચ્છી રહ્યા છે. 

નાના માણસોને તેમજ મહિલાઓને રોજગારી આપતા ઔધોગિક વિસ્તારમાં જો કારખાનાઓ બંધ થવા લાગશે તો ભવિષ્યમાં રોજગારીના પ્રશ્નો ઊભા થાય તેવી શ્ક્યતા છે ત્યારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારની કાયાપલટ માટે જે કરોડો રૂપિયા સરકારમાંથી મંજૂર કરવામાં આવેલ છે તેવો સદુપયોગ લોકોની સુખકારીમાં વધારો કરવા માટે સમયસર વાપરવામાં આવે તે પણ જરૂરી છે કેમ કે, હાલમાં લાતીપ્લોટ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં ગંદકીગારાકિચડ અને વરસાદી પાણીની સમસ્યા હોય છે તેવી જ સમસ્યા આ વર્ષે પણ છે અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં ભાજપનું શાસન છે અને ભાજપના આગેવાનો તથા હોદેદારો જ્યાં ત્યાં વિકાસની વાતો કરે છે તેઓને વાસ્તવિક વિકાસ બતાવવા માટે લાતી પ્લોટમાં આવવાની જરૂર છે તેવું લાતી પ્લોટના કારખાનેદારો આજે પણ કટાક્ષમાં બોલતા હોય છે.

ચોમાસા દરમિયાન લાતીપ્લોટમાં ભરાઇ જતા પાણીનો પણ યોગ્ય નિકાલ વર્ષોથી કરવામાં આવેલ નથી જેથી આ વર્ષે પણ મુખ્યમાર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે જેથી કરીને સ્થાનિક લોકોમાં ભારોભાર રોષની લાગણી ફેલઇ છે અને છેલ્લા ઘણા દિવસથી મોરબીમાં નહિવત વરસાદ પડ્યો છે તો પણ લાતી પ્લોટની શેરીઓમાં વરસાદી પાણી ભરાયેલા છે જેથી વેપારીઓ તેમજ કારખાનેદારોને પોતાના ધંધા રોજગાર બંધ રાખવા જ પડે તેવી સ્થિતિ છે અહિયાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહિલાઓ સહિતના લોકો રોજગારી માટે આવે છે અને અને દર વર્ષે ચોમાસાના ચાર મહિના વરસાદ દરમ્યાન લાતીપ્લોટ બેટમાં ફેરવાઇ જતો હોય છે ત્યારે ગંદકી અને વરસાદી પાણી વચ્ચેથી જ ના છૂટકે પસાર થવું પડે છે ત્યારે આ વિસ્તારની કાયપલટ જયારેવ થાય ત્યારે પહેલા અહીથી લોકોના આરોગાયને નુકશાન કરે તેવા ગારોકિચડ અને ગંદકી સહિતના પ્રશ્નોને ઉકેલવામાં આવે તે અનિવાર્ય છે.






Latest News