મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદ શૈક્ષિક મહાસંઘ દ્વારા નવા હોદેદારોનો આવકાર કાર્યક્રમ યોજાયો


SHARE







હળવદ શૈક્ષિક મહાસંઘ દ્વારા નવા હોદેદારોનો આવકાર કાર્યક્રમ યોજાયો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા હાજર રહ્યા હતા અને તેઓએ શાળામાં શિક્ષકની ભૂમિકા વિષે ઉદબોધન કર્યું હતું અને મુખ્ય વક્તા  ભક્તિનંદન સ્વામીએ વક્તવ્યમાં પોતાની આગવી અને હળવી શૈલીમાં ગુરુનું મહત્વ અને વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનું સંવર્ધન થાય અને રાષ્ટ્ર નિર્માણનું દાયિત્વ શિક્ષકોના શિરે છે એવી સુંદર અને સચોટ વાત કહી હતી આ કાર્યક્રમની સાથે સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હળવદ તાલુકાના સંચાલકજી દ્વારા નવ નિયુક્ત કારોબારી અને જવાબદારોની ઘોષણા કરવામાં આવી હતી જેમાં હળવદ તાલુકાના અધ્યક્ષ તરીકે વાસુદેવભાઇ ભોરણિયા, મંત્રી રાજુભાઇ ગોહિલ, રાજ્ય પ્રતિનિધિ કરશનભાઈ ડોડીયા તથા જિલ્લા પ્રતિનિધિ અનિલભાઈ વાઘેલા અને નટવરભાઈ પટેલ, તાલુકાના કારોબારીમાં હરમિતભાઇ પટેલ, નિકુલભાઈ પટેલ, નરેશભાઈ જાદવ, ચેતનભાઈ એરવાડિયા અને અવિનાશભાઈ ડામોરનો સમાવેશ કરાયો છે આ કાર્યક્રમના અંતમાં હિતેશભાઈ જાદવ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી




Latest News