મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તે મને કારખાનામાંથી કઢાવ્યો કહીને યુવાનને માર માર્યો : બે શખ્સો સામે ફરિયાદ


SHARE







વાંકાનેરમાં તે મને કારખાનામાંથી કઢાવ્યો કહીને યુવાનને માર માર્યો : બે શખ્સો સામે ફરિયાદ

વાંકાનેરમાં હેમ પેઇન્ટ કારખાનાથી થાન ચોકડી તરફ જતાં થાન રોડ ઉપર પસાર થતાં યુવાનને રોકીને તે મને કારખાનામાંથી નોકરીએથી કઢાવેલ છે તેવું કહીને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો જેથી યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં ભાટીયા સોસાયટી રાજગોર સમાજની વાડી પાછળ રહેતા પ્રહલાદભાઇ નરભેરામભાઇ ચારોલા જાતે વાંણદ (૪૦)એ હાલમાં સંજયભાઇ નાજાભાઇ મુધવા રહે અમરનાથ સોસાયટી વાંકાનેર અને પીન્ટુભાઇ અજાભાઇ સરૈયા રહે. હસનપર વાંકાનેર વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હેમ પેઇન્ટ કારખાનાથી થાન ચોકડી તરફ જતાં થાન રોડ ઉપરથી તે જતો હતો ત્યારે તેને ઊભો રાખીને સંજયભાઇ નાજાભાઇ મુધવાએ ફરિયાદીને કહેલ કે “તે જ મને હેમ પેઇન્ટ કારખાનામા નોકરીમાંથી કઢાવેલ છે” અને બાદમાં જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને આરોપીઓએ લાકડાના ધોકા વડે બન્ને પગે તથા બન્ને હાથે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

ધાંગધ્રા નજીક આવેલ કોંઢ ગામના વતની રાજેશભાઈ માવજીભાઈ દલવાડી નામના ૩૬ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે રહેતા પ્રવીણભાઈ ગોપાલભાઈ શિંગાળા નામનો ૪૯ વર્ષીય યુવાન લાલપર ગામ પાસેથી જતો હતો ત્યારે બાઈક હડફેટે ઇજા થતાં તેને પણ સારવારમાં ખસેડાયો હતો.તેમજ મોરબીના લાલપર પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં મૂળ બિહારના વતની ગંગેશ્વર રાધેશ્યામ વર્મા નામના ૨૨ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા તેને પણ સારવારમાં ખસેડાયો હતો.

મારામારીના બનાવમાં ધરપકડ

મોરબીના સબજેલ ચોક સામે આવેલ વાલ્મિકી વાસ વિસ્તારમાં ઘર પાસે કચરો તેમજ એંઠવાડ ફેંકવા માટે થઈને પાડોશીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં મોરબી નગરપાલિકાના કર્મચારીને માર મારવામાં આવ્યો હોય તેઓએ ફરિયાદ નોંધાવી હતી તે બનાવમાં તપાસ દરમિયાન જે.એ.ઝાલા દ્વારા હાલમાં ભાવેશ પ્રભુ વાઘેલા (૩૬) રહે.લાયન્સનગર નવલખી રોડ તેમજ મનિષ પ્રભુ વાઘેલા (૩૦) રહે.વાલ્મિકી વાસ જેલચોક સામે મોરબી વાળાઓની મારામારીના બનાવમાં ધરપકડ કરી હતી.






Latest News