મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીનો સૌરાષ્ટ્રની અન્ડર-૧૪, ૧૬ અને ૧૯ ક્રિકેટ ટીમમાં દબદબો: પાંચ ખેલાડીઓની પસંદગી


SHARE











મોરબીનો સૌરાષ્ટ્રની અન્ડર-૧૪, ૧૬ અને ૧૯ ક્રિકેટ ટીમમાં દબદબોપાંચ ખેલાડીઓની પસંદગી

તાજેતરમાં સૌરાષ્ટ્રની અન્ડર-૧૪, ૧૬ અને ૧૯ ક્રિકેટ ટીમમાં મોરબી ક્રિકેટ એસો. ના પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જેમાં અન્ડર-૧૪ માં રાધે ભીમાણીઅન્ડર-૧૬ માં દિગ્વિજય પરમાર અને નિખિલ છત્તરીયાઅન્ડર-૧૯ માં માનવ અઘરા અને મનજીત કુમખાણીયાનું સિલેક્શન થયું છે.

મોરબી જીલ્લા ક્રિકેટ એસો.ના હેડ કોચ તરીકે કાર્યરત નિશાંત જાનીની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૪ માં મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો.નું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સાથે જોડાણ થયું હતું. ત્યારથી આજ સુધીમાં સિનિયર ડિસ્ટ્રિક્ટઅન્ડર ૨૫ ડિસ્ટ્રિક્ટઅન્ડર ૧૯ ડિસ્ટ્રિક્ટ અન્ડર ૧૬ ડિસ્ટ્રિક્ટ અને અન્ડર ૧૪ ડિસ્ટ્રિક્ટની ઘણી બધી ટીમોને માન્ય મળી હતી. વધુમાં નિશાંત જાનીએ જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની માન્યતા પ્રાપ્ત કરવી ખુબ જ કઠિન છે. પણ મોરબીના ક્રિકેટર્સની મહેનત અને  હેડ કોચ નિશાંત જાનીના પ્રયત્નનોથી દરેક વય જૂથ મુજબ મોરબી ક્રિકેટ એસો.ને માન્યતા પ્રાપ્ત થઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના નિરંજન શાહ અને પ્રેસિડેન્ટ જયદેવ શાહએ અગ્રીમ ફાળો ભજવ્યો છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ખેલાડીઓને કાંઈ તકલીફ ન પડે એ માટે જયદેવ શાહ દૈનિક ૧૦ કલાક સુધી નિરંતર મહેનત કરી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ તેમણે ધરખમ ફેરફાર કરી ખેલાડીઓને અનેકવિધ સુવિધાઓ પુરી પાડી છે. આ સાથે આખા વર્ષ દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ શકે તે માટે જયદેવ શાહ પ્રયત્નશીલ છે. તેઓ ખેલાડીઓની નાની-મોટી દરેક મુશ્કેલીઓનો ઉકેલ લાવી દે છે. આ તકે મોરબી જીલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાએ પસંદગી પામેલ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં  મોરબીમાંથી કોઈ શ્રેષ્ઠ ક્રિકેટર બને અને તે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જઈને મોરબીનુ નામ રોશન કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.






Latest News