મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન વાંકાનેરના ગાયત્રી મંદિરે કરવામાં આવ્યું હતું ત્યારે ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગાયત્રી શક્તિપીઠના મહંત પૂજ્ય અશ્વિન બાપુવાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.જી.વોરાવાંકાનેર તાલુકાના નવનિયુક્ત બીઆરસી મયુરસિંહ, મુખ્ય પ્રવક્તા ભરતભાઈ બરાસરા સહિતના હાજર રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગુરુ વંદના કાર્યક્રમમાં મુખ્ય પ્રવક્તા ભરતભાઈ બરાસરા દ્વારા ગુરુનું સ્થાન, ગુરુનું મહત્વ આજના સમાજમાં કેવું હોવું જોઈએ તેની સચોટ અને પ્રેરણાદાય માહિતી આપી હતી અને હિન્દુ સંસ્કૃતિમાં ગુરુઓનો શું મહિમા હતો અને હાલના સમયમાં શું મહિમા છે.તેનો ભેદ સમજાવ્યો હતી તો ટી.પી.ઓ. ડો.જે.જી.વોરાએ હિન્દુ ધર્મમાં ગુરુ વિશેની વ્યાખ્યા શું છેતે સમજવ્યું હતું અને મહંત અશ્વિન બાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ તકે અશોકભાઈ સતાસીયા દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલા પાંખના અધ્યક્ષ ડૉ. લાભુબેન કારાવદરાનું રાજ્ય લેવલે કાર્યોની નોંધ લેવામાં આવી અને સુરેન્દ્રનગર વિભાગ મહિલા સહ સંગઠન મંત્રી તરીકે વરણી થતા સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સફળ સંચાલન હસમુખભાઈ મકવાણાએ કર્યું હતું






Latest News