મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીના રોહીદાસપરામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા શેરી નં-૩ ની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા શેરી નં-૩ માં રહેતા વિજયભાઈ ગુલાબભાઈ જોગેલ (ઉંમર ૨૨) પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાન વિજયભાઈના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આપઘાતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી

 ઝેરી દવા પી જતા વૃદ્ધ સારવારમાં

મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા નાથાભાઈ રાઘવજીભાઈ રૂપાલા જાતે પટેલ નામના ૬૧ વર્ષીય વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેઓની તપાસમાં સામે આવ્યું હતું કે માનસિક અસ્થિરતાના પગલે નાથાભાઈએ ઉપરોકત પગલું ભરી લીધું હતું.જેથી કરીને તેઓને સારવારમાં લાવવામાં આવ્યા હતા.



Latest News