મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાંથી ૬.૮૮૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો: ભચાઉના ખાનની શોધખોળ


SHARE







મોરબીમાંથી ૬.૮૮૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો: ભચાઉના ખાનની શોધખોળ

મોરબીના ઝીંઝુડા ગામેથી અગાઉ ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો હતો ત્યાર બાદ મોરબીના સામાકાંઠે વિસ્તારમાંથી બાઇક લઈને જતાં શખ્સને રોકીને એસઓજીની ટીમે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીએ પોલીસે ડ્રગ્સ, મોબાઈલ અને બાઇક મળીને ૧૫૩૮૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને ભચાઉના ખાન નામના શખ્સ પાસેથી તેને આ ડ્રગ્સ લીધું હોવાની પોલીસને આરોપીઓએ કબૂલાત આપી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લામાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે એસપી રાહુલ ત્રિપાઠીએ અધિકારીઓને સૂચના આપી છે તેવામાં મોરબી જિલ્લા એસઓજીના મહાવીરસિંહ પરમારને ખાનગી બાતમી મળી હતી જેના આધારે સામાકાંઠે વિસ્તારમાં  વોચા રાખવામા આવી હતી ત્યારે બાઇક લઈને જતાં આરોપી સમીર ઇબ્રાહિમભાઇ અલવસીયા (૨૮) રહે. સુમરા સોસાયટી વીસીપરા મોરબી વાળાને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી મેફેડ્રોન વજન ૬.૮૮૦ ગ્રામ મળી આવ્યું હતું જેથી પોલીસે ૬૮,૮૦૦ ની કિનામ્ત્નું ડ્રગ્સ, ૫૦૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ અને બાઇક નંબર જીજે ૩ એચપી ૪૦૪૭ જેની કિંમત ૩૫૦૦૦ આમ કુમ મળીને ૧૫૩૮૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને પકડાયેલા આરોપીની પૂછપરછમાં આ માલ તે કચ્છના ભચાઉમાં રહેતા ખાન નામના શખ્સ પાસેથી લઈને આવ્યો હોવાની માહિતી સામે આવી છે જેથી પોલીસે બન્ને આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News