મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના સોખડા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ઇજા


SHARE







મોરબીના સોખડા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ઇજા

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થતા યુવાનના બાઈકને પાછળથી ડમ્પર ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ દંપતિ રસ્તા ઉપર નીચે પટકાતા તે બંનેને ઈજા થઈ હતી અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક નાસી છૂટ્યો હોય હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ડમ્પર ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જુના નાગડાવાસ ગામે રહેતા હિરેનભાઈ મેણંદભાઈ રાઠોડ જાતે આહીર (૨૪) તેના પત્નીને પોતાના બાઈકમાં પાછળના ભાગે બેસાડીને મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા અને ડમ્પરની સાઈડ કાપતા ડમ્પર ચાલકે પાછળથી તેનું વાહન મોટરસાયકલમાં અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઈક ઉપર જઈ રહેલ યુવાન અને તેની પત્નીને પગના ભાગે ઇજાઓ થઈ હતી જોકે અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી હાલમાં સારવાર લીધા બાદ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ડમ્પર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News