મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર તાલુકામાં જુદાજુદા ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE







મોરબી-વાંકાનેર તાલુકામાં જુદાજુદા ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

મોરબી તાલુકા અને વાંકાનેર તાલુકામાં જુદાજુદા ગુનામાં સંડોવાયેલા ત્રણ શ્ખ્સોના પાસા મંજૂર કરવામાં આવ્યા છે જેથી કરીને પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને રાજ્યની જુદીજુદી જેલા આરોપીઓને ધકેલી દીધા છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અગાઉ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસ દરખાસ્ત મૂકવામાં આવી હતી જેના મજૂર કરવામાં આવી હતી તેના આધારે આરોપી વિકાસ ભરતભાઇ પનારા (૧૯) રહે. રૂપાવટી તાલુકો થાન વાળાની અટકાયત કરીને વડોદરાની મધ્યસ્થ જેલ હવાલે કરાયેલ છે તો વાંકાનેર તાલુકા પોલીસની હદમાં દારૂના ગુનામાં સંડોવાયેલ લાલુરામ વિજયરામ સોમારામ ખરાડી જાતે મીણા (૨૨) રહે. ગિરવા જીલ્લો ઉદયપુર અને પિન્ટુ માંગીલાલ લાલુરામ ડાંગી જાતે પટેલ (૨૩) રહે. ધાસા ગામ અવલિયા તાલુકો માવની ઉદયપુર વાળાની પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હોય તેની અટકાયત કરીને એકને સુરત મધ્યસ્થ જેલ લાજપોર તથા બીજાને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.






Latest News