મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે કાલે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન યોજાશે


SHARE







મોરબીના રાજપર ગામે કાલે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન યોજાશે

મોરબીના રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે તા.૧૭ ના રોજ રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહારગામથી જ્ઞાતિ અગ્રણીઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાશે

મોરબીમાં કાલે રવિવારના રોજ સાંજે ૬ કલાકે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન તથા મહાપ્રસાદ (નાત જમણ) નુ અનેરુ આયોજન કરવામા આવેલ છે. રઘુવંશી મહાસંમેલનને ગામેગામથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે વિવિધ શહેરો તેમજ મથકો પરથી રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેથી વ્યવસ્થાના ભાગરૂપે ચોમાસુ હોવાથી વોટરપ્રુફ ડોમ તૈયાર કરવામાં આવેલ છે આ સંમેલન પટેલ સમાજ વાડીરાજપર ખાતે યોજાશે આ તકે બહારગામ થી આવનાર મહાનુભવોએ મોરબીમા કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે મોરબી લોહાણા સમાજ અગ્રણી વિવેકભાઈ મીરાણી (૯૬૩૮૮ ૯૯૯૦૯) અને ભાવીનભાઈ સેજપાલ (૮૫૧૧૧ ૧૧૪૪૪) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને વિવેકભાઈ તરફથી દરેક આગેવાનો માટે વ્યવસ્થા કરવામા આવશે






Latest News