મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડના પડતર બિલ્ડીંગમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડના પડતર બિલ્ડીંગમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડમાં આવેલ પડતર બિલ્ડીંગમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનના ભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલ.ઇ. કોલેજ રોડ ઉપર આવેલ એલ.ઇ. ગ્રાઉન્ડમાં પડતર બિલ્ડીંગની અંદર રોહિતભાઈ રમેશભાઈ વાહોડીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૨) નામના યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનના ભાઈ અક્ષયભાઈ રમેશભાઈ વાહોડીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૪) રહે. સર્કિટ હાઉસ સામે મફતિયાપરા વાળાએ આપઘાતના બનાવવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે એલ.ઇ. ગ્રાઉન્ડમાં પહોચી હતી ત્યારે બિલ્ડિંગમાં ઉપરના માળે પ્લાસ્ટિકની દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી પોલીસે મૃતક યુવાનના ડેડબોડીને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરે છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી

યુવતી મળી આવી

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા આધેડ રમેશભાઈ ચૌહાણે પોતાની દીકરી ગુમ થઈ હોવા અંગેની થોડા સમય પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા યુવતીને શોધવા માટે તપાસ કરવામાં આવતી હતી દરમ્યાન હાલમાં ગુમ થયેલ યુવતી પાયલબેન રમેશભાઈ ચૌહાણ મળી આવી છે અને તેને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતા વિજય રમણીકભાઈ પંડ્યા (30) સાથે પ્રેમ સંબંધ હોવાથી તે પોતાની જાતે પોતાના ઘરેથી ચાલી ગઈ હોવાનું તેને પોલીસે જણાવ્યું છે






Latest News