મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર પાસે બાઈક સ્લીપ થઈ જતા ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના ચાંચાપર પાસે બાઈક સ્લીપ થઈ જતા ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના ખાનપર ગામે રહેતો યુવાન બાઈક લઈને ચાંચાપર ગામ પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતો નરેશ કનુભાઈ સિહાર નામનો ૨૬ વર્ષીય યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક ચાંચાપર ગામ પાસે સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત નરેશભાઈને ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બે બાઈક અથડાતા ત્રણને ઇજા

મોરબીના ઊંચી-નીચી માંડલ ગામ નજીક બે બાઈક સામસામે અથડાયા હતા જે બનાવમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે હળવદ રોડ ઉપર આવેલ ઉંચી-નીચી માંડલ વચ્ચે બે બાઇક સામસામે અથડાયા હતા જે અકસ્માત બનાવમાં ઈજાઓ થવાથી દિવ્યરાજસિંહ નટવરસિંહ ડોડીયા (૨૧), અનિરુદ્ધસિંહ દિલીપસિંહ ડોડીયા (૨૧) અને ગૌતમ રામજી રહે.ત્રણેય ચરાડવા તા.હળવદને ઇજાઓ પહોંચતા ત્રણેયને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.

ચોરીના ગુનામાં આરોપી પકડાયો

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભરૂચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના ગુનાનો આરોપી મોરબી પંથકમાં હોવાની બાતમી મળતા ભરૂચ પોલીસ સ્ટાફ મોરબી આવ્યો હતો અને મોરબીના તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ જેપુર ગામેથી ચોરૂના ગુનામાં સંડોવાયેલ નાનસિંગ જયલાભાઇ બારીયા જાતે આદિવાસી મૂળ રહે.વરમખેડા નિશાળ ફળી ગરબાડા દાહોદ વાળાને ચોરીના ગુનામાં હસ્તગત કર્યો હતો.






Latest News