મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

“વાહ રે વિકાસ ?”: મોરબી જિલ્લામાં કોટડાનાયાણીથી વાલાસણનો રોડ છ માહિનામાં તૂટી ગયો !


SHARE













“વાહ રે વિકાસ ?”: મોરબી જિલ્લામાં કોટડાનાયાણીથી વાલાસણનો રોડ માહિનામાં તૂટી ગયો !

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કોટડાનાયાણીથી વાલાસણનો રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક નિર્માણ યોજના હેઠળ બનાવવામાં આવેલ છે આ રોડ નબળો બનાવ્યો હોવાથી સરપંચ સહિતના લોકોમાં રોષની લાગણી છે અને આ ગામના સરપંચની આગેવાનીમાં જીલ્લા પંચાયતમાં આવેદન પત્ર પાઠવીને રોડ રીપેર કરવાની માંગ કરવામાં આવી છે તેમજ રોડ ગણતરીના મહિનાઓમાં જ તૂટી ગયો હોવાથી માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીની ઘોર બેદરકારી હોવાનો આક્ષેપ પણ લોકોએ કર્યો છે

વાંકાનેર તાલુકાનાં કોટડાનાયાણી ગામના સરપંચ રતનબા વિજયસિંહ જાડેજા અને ગ્રામજનો ગઇકાલે જિલ્લા પંચાયત કચેરીએ આવ્યા હતા અને ત્યાં આવેદન પત્ર પાઠવાયું હતું જેમાં લખ્યું છે કે, કોટડાનાયાણીથી વાલાસણ ગામ વચ્ચે રોડ છ માસ પહેલા જ બનાવવામાં આવેલ છે ત્યાં તે રોડ ઉપરથી ડામર અને કાંકરી છૂટા પડી ગયા છે અને રોડની સાઈડ બાંધેલ નથી જેથી કપચી અલગ પડેલ છે અને ૧૫૦ એમ.એમ. જી.એસ.બી. નાખવાની હતી જે રોડ ૬ કિમીનો થાય તેના બદલે માત્ર ગુણવંતરાયની વાડીથી મહેન્દ્રસિંહની વાડી સુધી જી.એસ.બી નાખેલ છે માત્ર અડધા કીમીમાં જીએસબી નાખેલ છે બાકી સાડા પાંચ કીમીમાં ક્યાય જીએસબી નાખી નથી અને ૫૦ એમ.એમ. ડામર પાણા નાખવાના હતા તે નાખેલ નથી માટીકામ થયેલ નથી તેમજ રોડમાં ૨૦ એમ.એમ.ના બદલે ૧૦ એમ.એમ.ની બી ટૂ મીનસ કાર્પેટ બનાવી નાખેલ છે અને ડામર ઓરીજીનલ નથી જે ખામીઓને કારણે રોડ છ માહિનામાં તૂટી ગયો છે આમ રીસર્ફેસિંગ ઓફ વાલાસણ ટૂ કોટડાનાયાણી એપ્રોચ રોડ ૧.૬૬ કરોડના ખર્ચે મંજુર થયેલ છે જે રોડનું કામ નબળું કરવામાં આવ્યું છે માટે રોડને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીએ સ્થળ મુલાકાત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરવા માટે આવેલા લોકોને ખાતરી આપી છે જો કે, રોડ રીપેર કરવામાં આવશે કે કેમ અને બેદરકાર અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવશે કે નહીં તે તો સમય જ બતાવશે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News