મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

નર્મદા નિગમ મેઇન ઓફિસ સુરેન્દ્રનગરમાં કાર્યરત કરો: મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખે સીએમને કરી રજૂઆત


SHARE







નર્મદા નિગમ મેઇન ઓફિસ સુરેન્દ્રનગરમાં કાર્યરત કરો: મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખે સીએમને કરી રજૂઆત

સરદાર સરોવર નર્મદા નિગમની કેનલો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી જાય છે જો કે, તેની વાડી કચેરી અત્યાર સુધી રાજકોટ હતી જે બદલીને લીંબડી કરવામાં આવી છે જેથી જિલ્લા પંચાયતના પ્રમુખે સીએમને રજુઆત કરીને આ કચેરી સુરેન્દ્રનગર ખાતે કાર્યરત કરવા માટેની માંગ કરેલ છે

મોરબી જિલ્લા પંચાયતાના પ્રમુખ ચંદુભાઈ સિહોરા દ્વારા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, સરદાર સરોવર નર્મદા નિગમની નહેરો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી નીકળે છે જો કે, અગાઉ તેની મુખ્ય કચેરી રાજકોટ ખાતે કાર્યરત હતી જેથી ખેડૂતો સહિતના લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો જેથી કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા મોરબીસુરેન્દ્રનગરહળવદ, પાટડી સહિતના વિસ્તારના લોકોની સુખાકારી માટે આ કચેરીને સુરેન્દ્રનગરમાં શરૂ કરવામાં આવે તો ખેડૂતોને રાજકોટના ધક્કા બંધ થાય તેમ હતા જો કે, આ કચેરીને હાલમાં લીંબડી ખાતે સ્થળાંતર કરવામાં આવી છે તેના બદલે આ કચેરીને સુરેન્દ્રનગર ખાતે કાર્યરત કરવાની તેઓએ સીએમ સમક્ષ માંગ કરેલ છે






Latest News