હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યોજાનાર જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું છેલ્લી ઘડીએ સ્થળ કેમ બદલાયું !?


SHARE









વાંકાનેરમાં યોજાનાર જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું છેલ્લી ઘડીએ સ્થળ કેમ બદલાયું !?

વાંકાનેરમાં આગામી 75 માં સ્વાતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની ઉજવણી થવાની હતી જે કોઈ પણ કારણોસર રદ કરીને તેનું સ્થળ બદલાવીને મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ કરવામાં આવેલ છે જેથી કરીને રાજકારણમાં વિવાદનું ઘર બની ગયેલ વાંકાનેરની રાજકિત સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે કે પછી બીજું કોઈ કારણ છે તેને લઈને હાલમાં વાંકાનેરમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતાં. 

વાંકાનેરમાં આગામી 15 ઓગસ્ટ 75 માં સ્વાતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની ઉજવણી કરવાનું આયોજન થયું હતું, અને આ બાબતે સ્થાનિક પ્રશાસન દ્વારા અમરસિંહજી શાળા ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ કોઈ પણ કારણોસર વાંકાનેરમાં જીલ્લા કક્ષાની ઉજવણી રદ કરી મોરબી ખાતે નક્કી કરવામાં આવતા વાંકાનેરમાં શા માટે આ આયોજન રદ કરવામાં આવ્યું ? તેવા સવાલો ઉઠવા પામ્યા હતાં અને સ્વાતંત્ર્ય પર્વ જેવા દેશ ભક્તિ પર્વની ઉજવણીમાં પણ રાજકીય પ્રશ્નો ઉદભવે છે ! તેવા પણ તર્ક વિતર્કો વહેતા થયા હતાં, ત્યારે આ મુદ્દે વાંકાનેર પ્રાંત અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવતાં હોય છે તેમ જણાવ્યું હતું, પરંતુ શા માટે સ્થળ બદલાવવામાં આવ્યું ? તે બાબત સ્પષ્ટ જવાબ આપેલ નથી ત્યારે આ મુદ્દે વાંકાનેરનાં શહેરીજનોમાં પણ અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતાં.




Latest News