મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના કવિયત્રી શિક્ષિકા જીવતીબેન પીપલીયાના બાળ કાવ્ય સંગ્રહનું વિમોચન કરાયું


SHARE







ટંકારાના કવિયત્રી શિક્ષિકા જીવતીબેન પીપલીયાના બાળ કાવ્ય સંગ્રહનું વિમોચન કરાયું

ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રા.શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જીવતીબેન પીપલીયાની કલમથી લખાયેલ બાળકાવ્ય સંગ્રહ પરીબાઈની પાંખે કાવ્યના વિમોચન કાર્યક્રમ ટંકારા તાલુકાની આર્યમ્ વિદ્યાલય ખાતે યોજાયો હતો જેમાં જાણીતા સાહિત્યકાર યશવંત મહેતા, નટવર ગોહેલ, ધર્મેન્દ્ર પટેલ, સ્નેહલ નિમાવત, ગોપાલ પટેલ, કમલેશ કંસારા, ડો.સતિષ પટેલ, પ્રકાશ કુબાવત વગેરે લેખકો તેમજ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વિડજા, ઇનચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા અને શિક્ષણવિદો, રાજકીય હસ્તીઓ, શિક્ષકો, સી.આર.સી., બી.આર.સી.  વગેરે હાજર રહ્યા હતા અને ઓડીઓ વીડિયોના માધ્યમથી બાળ કાવ્યના લેખિકા જીવતીબેન પીપલીયાને બાળ કાવ્ય સંગ્રહ દ્વારા બાળકોની કલ્પના શક્તિ વિકસાવવાની સુંદર પ્રવૃત્તિને બિરદાવી હતી, વધાવી હતી અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટના પૂર્વ નાયબ નિયામક ડો.ચેતનાબેન વ્યાસ લિખિત પુસ્તક યોગ વિયોગ અને મહર્ષિ દયાનંદ સરસ્વી લિખિત સત્યાર્થ પ્રકાશ પુસ્તક અર્પણ કરી ખેસ પહેરાવી તમામનું અદકેરું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા તેમજ ભાવેશભાઈ સંઘાણીએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઈ રાજકોટિયા, રમણિકભાઈ વડાવિયા, દેવ પડસુંબિયા, ડાયાલાલ બારૈયા તેમજ આર્યમ વિદ્યાલયના આચાર્ય, સંચાલક અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.






Latest News