મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરના ગરીયામાં જુગારની બે રેડ: બે મહિલા સહિત ૧૬ જુગારી પકડાયા, બેની શોધખોળ


SHARE







મોરબી-વાંકાનેરના ગરીયામાં જુગારની બે રેડ: બે મહિલા સહિત ૧૬ જુગારી પકડાયા, બેની શોધખોળ

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં અને વાંકાનેર તાલુકાના ગારીયા ગામે જુગારની બે જુદી જુદી રેડ કરવામાં આવી હતી જેમાં બે મહિલા સહિત ફૂલ મળીને ૧૬ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને બે શખ્સોને પકડવા માટે થઈને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે

વાંકાનેર તાલુકાના ગારીયા ગામે ઓરડીમાં જુગાર રમતા આવવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં પુષ્પરાજસિંહ અગરસિંહ વાળાની ભોગવટા વાળી ઓરડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર નાલ ઉઘરાવીને જુગાર રમાડવામાં આવતો હોવાનું ધ્યાન આવ્યું હતુ જેથી પોલીસે રોકડા રૂપિયા ૪૩ હજાર, નવ મોબાઈલ અને વાહનો મળીને ૧૭૪૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી ૧૨ જુગારીઓની ધરપકડ કરી હતી

જે જુગારીઓને પકડવામાં આવેલ છે તેમાં ઇકબાલભાઈ ઉર્ફે ભૂરો યાસીનભાઈ ગરાણા, સંજય ઉર્ફે ચંદુ કાળુભાઈ જીડીયા, કાનજીભાઈ ઉર્ફે કાનો ખીમજીભાઈ સરવૈયા, યાકુબભાઈ હુસેનભાઇ શેરસીયા, વિજયભાઈ ભરતભાઈ મકવાણા, વિપુલભાઈ સાદુરભાઈ રોજાસરા, મકસુદભાઈ સતારભાઈ ગુર્જર, અલ્ફાઝભાઈ હુસેનભાઇ ગરાણા, એજાજભાઈ સલીમભાઈ મડમ, હનીફભાઈ અલારખાભાઈ હોથી, મનુભાઈ વીરાભાઇ પરમાર અને સુનિલભાઈ કાળુભાઈ જીડીયાનો સમાવેશ થાય છે અને જેના ભોગવટાની ઓરડી છે તે પુષ્પરાજસિંહ અગરસિંહ વાળા તેમજ અવિભાઈ ગભરુભાઈ ધાધલ સ્થળ ઉપર હાજર મળી આવ્યા ન હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરેલ છે

તો મોરબીના રેલવે સ્ટેશન પાછળ આવેલ ખાડા વિસ્તારમાં કબીર આશ્રમ પાસે જાહેરમાં જુગાર રમતાઓની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર નુરમામદ અભરામભાઈ લઢરસીદીક અભરામભાઈ લઢરખતુનબેન અલ્યાસભાઈ ચૌહાણ અને સંગીતાબેન ગોવિંદભાઈ બોરસે જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૪૩૯૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News