મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વહિવટી તંત્ર દ્વારા વરસાદી સીઝનમાં  સાવચેતીની માર્ગદર્શિકા બહાર પડાઈ


SHARE







મોરબી જીલ્લામાં વહિવટી તંત્ર દ્વારા વરસાદી સીઝનમાં  સાવચેતીની માર્ગદર્શિકા બહાર પડાઈ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લા માટે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે, જેના કારણે જિલ્લામાં આવેલ ડેમ, નદી- નાળા,તળાવો ઓવરફલો થવાની શકયતાઓ રહેલ છે.

ગત વર્ષોમાં લોકો દ્વારા ગફલતમાં રહી ખોટા સાહસ કરી પાણીમાં ન્હાવા પડાવાથી, પાણીમાં ડુબી જવાથી, વરસાદી પાણીના પ્રવાહમાંથી પસાર થવાના જોખમી પ્રયાસ કરવાના કારણે, તણાઈ જવાના કારણે માનવ મૃત્યુના બનાવો બનેલ છે. આ ઉપરાંત આકાશી  વીજળી પડવાના કારણે પણ માનવ તેમજ પશુ મૃત્યુના બનાવો બનેલ છે. આ અનુસંધાને મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, વરસાદની ઋતુમાં લોકોએ ગફલતમાં ન રહેવું. પાણી ભરાયેલ હોય તેવા સ્થળે પ્રવેશ કરવો નહીં કે ન્હાવા પડવુ નહી, બાળકોને પણ આવા પાણીથી દૂર રાખવા તથા બીન-જરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહી.

આકાશી  વીજળીથી બચવા માટે ભારતના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ''DAMINI'' એપ મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી આપના વિસ્તારમાં  વીજળી પડવા થવાની શકયતાઓ અંગે અગાઉથી જાણકારી મળી રહેશે. અને ભારે વરસાદ/પુર/ચોમાસા દરમિયાન કોઈ અઘટિત બનાવ બને તો તાત્કાલીક મામલતદાર કચેરી તાલુકા, પંચાયત કચેરી તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાનાં કંટ્રોલરૂમ ખાતે ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ ઉપર તુરંત જાણ કરવા મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોઘ કરવામાં આવે છે.




Latest News