મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ પાસે અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર ડમ્પર ચાલકની ધરપકડ


SHARE











મોરબીના જુના નાગડાવાસ પાસે અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર ડમ્પર ચાલકની ધરપકડ

મોરબી તાલુકાના જુના નાગડાવાસના પાટીયા પાસે થોડા દિવસો પહેલા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લીધું હતું જેથી દાદાની સાથે બાઈકમાં બેસીને જઇ રહેલ પૌત્ર બાઈકમાંથી નીચે પડી ગયો હતો અને તેના માથા ઉપર ડમ્પરના ટાયર ફરી વળતાં માથું ચગદાઈ ગયું હતું અને બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતું આ બનાવની મૃતકના દાદાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા પ્રેમજીભાઈ જેરામભાઈ ભીમાણી જાતે કોળી (૬૦) પોતાના પૌત્ર મુન્નાભાઈ ખોડાભાઈ ભીમાણી જાતે કોળી (૧૬) ને પોતાના બાઇક નંબર જીજે ૩૬ એબી ૩૮૦૭ માં પાછળ બેસાડીને મોરબી માળીયા હાઈવે ઉપર જુના નાગડાવાસ ગામ પાસે આવેલ રામદેવ હોટલ નજીક રોડની કટ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે પ્રેમજીભાઈના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે બાઈકમાં પાછળ બેઠેલ પૌત્ર મુન્નાભાઈ રસ્તા ઉપર પડી જતા તેના માથા ઉપરથી ડમ્પરના તોતિંગ ટાયર ફરી વળ્યા હતા જેથી માથું ચગદાઈ જવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી મોરબી તાલુકા પોલીસે મૃતકના દાદાની ફરિયાદ લઈને અજાણ્યા ડમ્પર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હિતેશભાઇ બાબુભાઇ થરેશા જાતે કોળી (૩૩) રહે. સોખડા વાળાની ધરપકડ કરેલ છે.

અકસ્માતમાં ઇજા 
મોરબીના લાલપર ગામ પાસે આવેલ એક્સેલ સીરામીક પાસે બંધ પડેલા ટ્રકની સાથે બાઇક અથડાયું હતું જેથી કરીને ભલાભાઇ વેલાભાઈ નાયકા (૨૫) રહે. એલિજ સીરામીક મોરબી વાળાને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ વોડાફોન સ્ટોર પાસેથી પસાર થતા પરમાર રોહિતભાઈ ભીખાભાઈ (૧૫) રહે. કાલિકા પ્લોટ વાળાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News