મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં દારૂની ચાર રેડ: ૫૦ બોટલ દારૂ સાથે ચાર પકડાયા-એકની શોધખોળ


SHARE







મોરબી અને વાંકાનેરમાં દારૂની ચાર રેડ: ૫૦ બોટલ દારૂ સાથે ચાર પકડાયા-એકની શોધખોળ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલ ધર્મસિધ્ધી સોસાયટીની અંદર જાહેરમાં પહેલા પૂંઠાની અંદર ચેક કરતાં ત્યાંથી ૨૭ બોટલ દારૂ મળી આવ્યો હતો અને આ જથ્થો લીલાપરની સોસાયટીમાં રહેતા એક વૃદ્ધનો હોવાની માહિતી મળી આવતા પોલીસે હાલમાં તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ ધર્મસિધ્ધી સોસાયટી શેરી નંબર-૨ પાસે જાહેરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં પુંઠાના અલગ અલગ બોક્સની અંદરથી કુલ મળીને ૨૭ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૪૦૪૦ રૂપિયાના દારૂના જથ્થાને કબજે કરેલ છે અને આ દારૂનો જથ્થો મોરબી લીલાપર ગામ પાસે ગુરુદેવ સોસાયટીમાં મકાન નંબર ૧૧/૧૨ માં રહેતા ભુપેન્દ્રભાઈ વિઠલભાઇ કંસારા (૬૦)નો હોવાની માહિતી સામે આવી હોય તેને પકડવા માટે થઈને હાલમાં પોલીસે તજવીજ શરૂ કરે છે તો મોરબી તાલુકાના રંગપર ગામે ગ્રામપંચાયતની ઓફિસ પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાના દારૂ સાથે વિજયભાઈ બાબુભાઈ ઝાલા (ઉમર ૩૦) રહે. રંગપર કેશુભાઈ સાગઠીયાના મકાનમાં વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

વાંકાનેર દારૂ

વાંકાનેરની જાલી ચોકડી નજીક દશા માતાજીના મંદિર પાસે બાવળની ઝાડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૧૯ બોટલ અને બે મોબાઇલ ફોન મળી આવતા પોલીસે કુલ મળીને ૧૩ હજારના મુદ્દામાલ સાથે હાલમાં આદિલ અલ્લારખાભાઇ વડાવરિયા રહે. મીલ પ્લોટ ડબલ ચાલી વાંકાનેર અને લાલજીભાઈ બાબુભાઈ જોલપરા રહે. મીલ પ્લોટ ડબલ ચાલી વાળાની ધરપકડ કરી તેઓની પાસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં શરૂ કરેલ છે અને વાંકાનેર શહેરમાં ઝાંઝર સિનેમા સામે સર્વિસ રોડ ઉપરથી પસાર થઇ રહેલા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે તેની પાસેથી ૬૪૦ રૂપિયાની કિંમતનો દારૂ અને પાંચ હજાર રૂપિયાની કિંમતમાં મોબાઈલ એમ કુલ મળીને ૫૬૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અજય રામજીભાઇ વિંજવાડીયા રહે. મિલ પ્લોટ ડબલ ચાલી વાળાને પકડ્યો હતો અને તેની પાસેથી મળેલી માહિતી મુજબ આ દારૂનો જથ્થો તેણે આદિલ અલ્લારખા વડાવરીયા અને લાલજી બાબુભાઇ જોલપરા પાસેથી લીધો હોવાની માહિતી આપી હતી જેથી કરીને પોલીસે આ બનાવમાં ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ થયેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News