મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના આણંદપર નજીક બેલાની ખાણમાં વીજ શોર્ટ લગતા યુવાનનું મોત


SHARE













વાંકાનેરના આણંદપર નજીક બેલાની ખાણમાં વીજ શોર્ટ લગતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના આણંદપર ગામે આવેલા બેલાની ખાણની અંદર મજૂરીકામ કરતા યુવાનને કામગીરી દરમિયાન વીજ કરંટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને મૃતક યુવાનના મૃતદેહને સિવિલ હોસ્પિટલે લઈને આવેલ હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના આણંદપર ગામ પાસે આવેલ છે હિરાભાઇની બેલાની ખાણમાં સંતોષ ફૂલચંદભાઈ નિશાદ (ઉંમર ૧૯) રહે. આણંદપર વાળો કામ કરતો હતો ત્યારે કામગીરી દરમિયાન તેને બેલાની ખાણમાં વિજ શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે


યુવાન ગુમ

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં ભુદેવ ડેરી સામેના ભાગમાં રહેતા સંદીપભાઈ સુરેશભાઈ ચૌહાણ જાતે રજપૂત (ઉંમર ૩૬) પોતાના ઘરેથી કામે જાવ છું તેમ કહીને તા ૧૦/૮ ના રોજ સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં નીકળ્યા હતા અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી અને તેનો કોઇ પણ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને સંદીપભાઈ ચૌહાણ ગુમ થયા હોવા અંગેની તેના નાના ભાઈ કિશનભાઇ સુરેશભાઈ ચૌહાણ (ઉંમર ૨૬) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે ગુમસુધા નોંધીને ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News