મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ગુજરાતનાં જનજન સુધી કામગીરી-સુવિધાની વાત પહોચડશે વંદે ગુજરાત વિકાસયાત્રા : મંત્રી બ્રિજેશભાઇ મેરજા 


SHARE







ગુજરાતનાં જનજન સુધી કામગીરી-સુવિધાની વાત પહોચડશે વંદે ગુજરાત વિકાસયાત્રા : મંત્રી બ્રિજેશભાઇ મેરજા 

મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતેથી ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથનું પ્રસ્થાન કરાવ્યુ હતું ત્યારે તેઓએ કહ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ભાજપ સરકાર દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તેની માહિતી ગુજરાતનાં જનજન સુધી પહોચાડવા માટે સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસના પથ પર ભરેલી છલાંગને યાત્રાના મધ્યમથી જનજન સુધી પહોચાડવા માટે સમગ્ર ગુજરાતમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે મોરબી જિલ્લામાં પણ વિકાસયાત્રા રથનું પ્રસ્થાન રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કરાવ્યુ હતું ત્યારે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, મોરબી માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવિયા, રિશિપભાઇ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા, જિગ્નેશભાઈ કૈલા સહિતના હોદેદારો અને કલેક્ટર સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા. 

ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યુ હતું કે, વર્ષો પહેલા ગુજરાત અને કેન્દ્રમાં જે બજેટ બનાવવામાં આવતા હતા જેના કરતાં અનેક ગણી રકમના બજેટો આજની તારીખે લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી યોજનાઓના અમલીકરણ સાથે બનાવવામાં આવે છે અને જે યોજના બનાવવવા આવે છે તે માત્ર કાગળ ઉપર જ નથી રહેતી પરંતુ તેને ભાજપની સરકાર  દ્વારા સાકાર પણ કરવામાં આવે છે તો રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, ૧૯૯૫ પહેલા ગુજરાતમાં લોકોને કેવી સુવિધાઓ મળી રહી હતી અને આજે ૨૦૨૨ માં ગુજરાતનાં લોકોને કેવી સુવિધાઓ મળી રહી છે તેની વાસ્તવિકતા લોકો સુધી પહોચાડવા માટે તે માટે ગુજરાત સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રથ મોરબી જિલ્લા સહિત ગુજરાતનાં દરેક  ગામડે-ગામડે પરિભ્રમણ કરશે અને રાજ્યની ૨૦ વર્ષની વિકાસયાત્રાની આબેહુબ છબી લોકો સમક્ષ પ્રદર્શિત કરશે.






Latest News