મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે તળાવમાં ડૂબી જવાથી બે રાજસ્થાની મજૂર યુવાનોના મોત


SHARE











મોરબીના બેલા પાસે તળાવમાં ડૂબી જવાથી બે રાજસ્થાની મજૂર યુવાનોના મોત

મોરબી તાલુકાના બેલા ગામ પાસે ખોખરા રોડ ઉપર આવેલ તળાવમાં ડૂબી જવાથી બે મજૂર યુવાનોના મોત નીપજ્યા છે જેથી કરીને તળાવના પાણીમાંથી તેમના ડેડબોડીને બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેથી ખોખરા રોડ ઉપર પોલા સર્કલ પાસે આવેલ સ્પેરા સીરામીક નજીક પાણીનું તળાવ આવેલ છે જે પાણીના તળાવમાં બે યુવાનો ડૂબી ગયા હતા જેથી કરીને તે બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.ત્યારબાદ તે બંને યુવાનોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ.બારૈયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાનોમાં સોનુભાઈ સુરેશભાઈ જાટવ (ઉંમર ૨૧) અને મોનુભાઈ (ઉંમર ૨૦) રહે.બંને હાલ સ્પેરા સીરામીક બેલા તા.જી.મોરબી મૂળ રહે.રાજસ્થાન વાળા હોવાનું સામે આવ્યું છે જેથી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી છે.

મારામારીમાં ઈજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર દરિયાલાલ કાંટા નજીક ભંગારના ડેલામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કાલુ રાજારામ રાજપુત નામના ૨૨ વર્ષના યુવાનને ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયો હતો.જ્યારે શિલ્પાબેન બહાદુરભાઈ હળવદિયા (ઉંમર ૨૦) રહેઅગ્નિેશ્વર મહાદેવ મંદિર સામે ઝુલતાપુલ નજીક વાળીને તેના ઘેર તેના પતિ દ્વારા મારવામાં આવતા તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના જીવાપર ગામે રહેતા યોગેશભાઈ હડીયલનો અગીયાર વર્ષનો પુત્ર સુજલ સાયકલ લઈને પ્રાથમિક શાળા બાજુથી પોતાના ઘર તરફ આવતો હતો ત્યારે ગામમાં જુના ઢાળીયા નજીક તે સાયકલમાંથી પડી જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર વિસ્તારમાં રહેતા શિવશંકરભાઈ શિવબચત પાલ નામનો ૩૭ વર્ષીય યુવાન કચ્છ બાજુથી આવતો હતો ત્યારે સામખયારી નજીક દ્વારકાધીશ હોટલ પાસે બે ટ્રક સામસામે અથડાતા અકસ્માત બનાવમાં તેને ઇજાઓ તથા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News