મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગરમાં પરણીતાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત


SHARE







મોરબીના ઇન્દિરાનગરમાં પરણીતાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરા નગરમાં રહેતી પરણીતા તેના ઘરે ગળાફાંસો ખાઈ ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈને ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા મહિલાનું મોત થયું હતું જેથી આ બનાવવાની મોરબી સીટી બી ડિવિજન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા ઉમેશભાઈ પ્રભુભાઈ વાઘેલાના પત્ની જીતુબેન ઉર્ફે જીવતીબેન ઉમેશભાઈ વાઘેલા (ઉંમર 35) તેઓના ઘરે હતા ત્યારે તેણે સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે જીતુબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે






Latest News