મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરના કુંભારપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૯,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા


SHARE







વાંકાનેરના કુંભારપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૯,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા

વાંકાનેરના કુંભારપરામાં આવેલ રામાપીરના મંદીર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપીયા ૧૯૫૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી

વાંકાનેર પોલીસ સ્ટેશનના દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળાને સંયુકત હકીકત મળેલ હતી કે કુંભારપરામાં રામાપીરના મંદીર પાસે જાહેર શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક ઇસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે નવઘણભાઈ વજાભાઈ શામળ જાતે રબારી ઉ.૩૫, લાલજીભાઈ બાબુભાઇ સારદીયા જાતે કોળી ઉ.૩૫, રાજુભાઈ જગાભાઈ ઉઘરેજા જાતે કોળી ઉ.૪૨ અને અનીલભાઈ નરશીભાઈ તાવીયા જાતે કોળી ઉ.૩૯ રહે. બધા જ કુંભારપરા વાળાની પોલીસે રોકડા રૂપીયા ૧૯૫૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી છે અને આ કામગીરી પીઆઇ એચ.એન.રાઠોડની સૂચના મુજબ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા, અજીતભાઈ ભુરાભાઈ સોલંકીએ કરી હતી 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News