મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા પાસે કારખાનામાં યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો


SHARE







વાંકાનેરના વઘાસિયા પાસે કારખાનામાં યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા જી.આઈ.ડી.સી પાસે કારખાનામાં પાણીની ટાંકી પાસે યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના એવન્યુ પાર્કમાં રહેતા મુકેશભાઇ આડેસરાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હતી કે તેઓની માલિકીનું વઘાસીયા જીઆઇડીસીમાં એકયુટોપ સીરામીક નામનું કારખાનું આવેલ છે તેની પાણીની ટાંકી પાસે સૌરભભાઈ રેવતીપ્રસાદ ચૌધરી (ઉંમર ૨૨) રહે. હાલ એકયુટોપ સીરામીક કારખાનાવાળાએ પાણીની ટાંકી પાસે ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ ખાતે ખસેડવામાં આવેલ હતો અને આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે આવેલ ભક્તિનગરમાં રહેતા વિનોદભાઈ મુકેશભાઈ પરમાર (૧૮) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને આ યુવાનને સારવાર માટે મોરબીના સવસાર પ્લોટ વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જાંબુડીયા ગામ પાસેથી પગપાળા પસાર થઈ રહેલા કુણાલભાઈ મંગળભાઈ કુમાર (ઉંમર ૩૩) નામના યુવાનને અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લીધા હતા જેથી તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News